Taarak Mehta Ka Ooltah Chashmah ના ચાહકો માટે આવ્યા ખુશખબર, જાણીને ઉછળી પડશો

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. આ કોમેડી શોને લોકો તરફથી ભરપૂર પ્રેમ મળે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર કાસ્ટની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે. કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ TMKOC ના ચાહકોને ખુશખબર આપ્યા છે જે જાણીને તમે પણ ઝૂમી ઉઠશો. 

Taarak Mehta Ka Ooltah Chashmah ના ચાહકો માટે આવ્યા ખુશખબર, જાણીને ઉછળી પડશો

ટીવીનો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર કાસ્ટ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ અંગે પણ ચર્ચામાં રહે છે. કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. આ કોમેડી શોને લોકો તરફથી ભરપૂર પ્રેમ મળે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર કાસ્ટની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે. કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ TMKOC ના ચાહકોને ખુશખબર આપ્યા છે જે જાણીને તમે પણ ઝૂમી ઉઠશો. 

ટીવીનો આ લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અનેક વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. આ શો લોકોના હ્રદય પર રાજ કરે છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, સહિત બોલીવુડના પણ અનેક સિતારાઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને પસંદ  કરે છે અને શોમાં અનેક કલાકારો જોવા પણ મળી ચૂક્યા છે. બોલીવુડ સ્ટાર પોતાની મૂવીને પ્રમોટ કરવા માટે આ શો પર આવે છે. આ બધા વચ્ચે આ શો વિશે એક રિપોર્ટ સામે  આવ્યો છે. એવું કહેવાય છે કે આ સીરિયલ પર ફિલ્મ બનવા જઈ રહી છે. 

અસિત મોદીનો ઈન્ટરવ્યું
કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા યુનિવર્સ ક્રિએટ કરવાનું વિચારી રહ્યા છે. અસિત મોદીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે અમારા આ શોને દર્શકો છેલ્લા 15 વર્ષથી ખુબ પ્રેમ આપી રહ્યા છે. શો હવે ખાલી ટીવી જ નહીં પરંતુ ઓટીટી અને યુટ્યુબ ઉપર પણ જોઈ શકાય છે. આથી મને લાગ્યું કે આ શોના પાત્રો સાથે કઈક અલગ કરવું જોઈએ. જેઠાલાલ, બબીતા, દયાબેન, સોઢી વગેરે શોના અન્ય પાત્રોને પણ દરેક જણ જાણે છે. આથી હવે મે એક યુનિવર્સ બનાવવાનું વિચાર્યું છે. અત્રે જણાવવાનું કે પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ આગળ જણાવ્યું કે આ સીરિયલ પર તેઓ ફિલ્મ બનાવવાનું પણ વિચારી રહ્યા છે. આ એક એનીમેટેડ ફિલ્મ હશે. 

તેમણે કહ્યું કે આ એક એનીમેટેડ ફિલ્મ હશે. દરેક ચીજ કરાશે. અમે TMKOC યુનિવર્સને એક મોલ જેવો બનાવવા માંગીએ છીએ. જ્યાં બધુ જ હશે. અત્રે જણાવવાનું કે ગેમિંગ અંગે અસિત મોદીએ કહ્યું કે તેઓ ઈચ્છતા હતા કે લોકો જ્યારે પણ ફ્રી થાય ત્યારે શોના પાત્રો સાથે જોડાઈ શકે. આથી તેમણે ગેમ લાવવાનું વિચાર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news