Shailesh Lodha quit Taarak Mehta Ka Ooltah Chashmah: શું દયાબેન બાદ હવે તારક મહેતા શાને અલવિદા કહી રહ્યા છે તારક? પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો

Shailesh Lodha quit Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાનો રોલ નિભાવનાર શૈલેષ લોધા શોને ટૂંક સમયમાં અલવિદા કહી રહ્યા છે. ત્યારે આ મામલે શોના પ્રોડ્યુસરનો જવાબ સામે આવ્યો છે.

Shailesh Lodha quit Taarak Mehta Ka Ooltah Chashmah: શું દયાબેન બાદ હવે તારક મહેતા શાને અલવિદા કહી રહ્યા છે તારક? પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો

Shailesh Lodha quit Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શો છેલ્લા ઘણા સમયથી લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. પરંતુ તારક મહેતના જોતા ફેન્સ માટે એક આઘાતજનક સામાચાર છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઈ રહ્યું છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 'તારક મહેતા' હવે આ શોમાં જોવા નહીં મળે. શોમાં તારક મહેતાનો રોલ નિભાવનાર શૈલેષ લોધા ટૂંક સમયમાં શો છોડી શકે છે. પરંતુ આ મમલે શોના પ્રોડ્યુસરે જાણો શું કર્યું...

છેલ્લા કેટલાક દિવસથી સમાચારો સામે આવી રહ્યા છે કે, દયાબેનનો રોલ નિભાવનાર દિશા વાકાણી બાદ હવે જેઠાલાલના પ્રિય મિત્ર તારક મહેતા એટલે કે શૈલેષ લોધા તારક મહતા કા ઉલ્ટા ચશ્મા શોને છોડી રહ્યા છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, શૈલેષ લોધા ટૂંક સમયમાં નવા શોમાં જોવા મળશે અને આ કારણથી તેઓએ તારક મહેતા શો છોડવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે શૈલેષ લોધાના શો છોડવા મામલે તારક મહેતા શોના પ્રોડ્યુસરે મૌન તોડ્યું છે અને એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, શૈલેષ લોધાન શો છોડવાની વાતનું તેમણે ખંડન કર્યું છે. તેમણે કહ્યું આ માત્ર અફવાઓ છે. તેમણે કહ્યું કે આ મામલે ના તો શૈલેષ લોધાએ કે ના મેં ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે.

સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ સમાચાર મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. આસિત મોદીએ વધુમાં કહ્યું કે, મને ખબર નથી પડતી કે આ સુત્રો કોણ છે. જે અફવા ફેલાવી રહ્યા છે. તેમણે ટૂંકમાં કહ્યું કે, આ અંગે જો કોઈ સમાચાર હશે તો અમે બઘાને જાણ કરીશું.

શૌલેષ લોધાના શો છોડવાના સમાચાર વચ્ચે એક્ટરે પણ એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે તેમનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે હસીબ સોજા સાહેબ કા એક શેર કમાલ કા હૈ 'અહીં મજબૂતથી મજબૂત લોહા તૂટ જાતા હૈ, કઈ જુઠે ઇકઠે હો, તો સચ્ચા તૂટ જાતા હૈ.' શૈલેષની આ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news