Happy birthday : એવી હિરોઇન જેની પાછળ પાગલ થયા હતા શાહિદ, સૈફ અને જોન

આજે પણ તેણે પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું છે

Happy birthday : એવી હિરોઇન જેની પાછળ પાગલ થયા હતા શાહિદ, સૈફ અને જોન

મુંબઈ : આજે બોલિવૂડની એક સમયની સુપરહોટ હિરોઇન વિદ્યા બાલનનો જન્મ દિવસ છે. મુંબઈના ચેમ્બુર પરા ઉછેરલી વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી, 1979માં થયો હતો. વિદ્યા પાક્કી તામિલ બ્રાહ્મણ યુવતી છે. ફિલ્મોમાં આવતા પહેલાં એ ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મોટી થયેલી વિદ્યાએ સાઈન કરેલી પહેલી ફિલ્મ બોલિવૂડની નહીં, બલકે સાઉથ ઈન્ડિયન હતી. મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એના હીરો હતા. જોકે વિદ્યાવાળી ફિલ્મ વખતે જ મોહનલાલ અને આ સિનિયર ડિરેક્ટર વચ્ચે ઝઘડો થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે ફિલ્મ અટકીને ડબ્બામાં બંધ થઈ ગઈ અને વિદ્યાના માથા પર અપશુકનિયાળનું લેબલ લાગી ગયું. 

જોકે આ લેબલ બહુ લાંબો સમય ન ટક્યું. નિષ્ફળતાના આ અરસામાં વિદ્યાને એક મ્યુઝિક વીડિયો માટે કામ કરવાનો મોકો મળ્યો. એનું ડિરેક્શન કર્યું હતું પ્રદીપ સરકારે. શૂટિંગ પૂરું થયું ત્યારે એમણે વિદ્યાને વાયદો કર્યો કે તેઓ તેની સાથે ફિલ્મ બનાવશે. પ્રદીપ સરકારે પોતાની પહેલી ફિલ્મ 'પરિણીતા' બનાવી. સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા બબ્બે હિટ હીરોની સામે અનલકી તરીકે વગોવાઈ ગયેલી વિદ્યા બાલન નામની અજાણી છોકરીને કાસ્ટ કરી. ફિલ્મ સુપરહિટ થઈ અને વિદ્યા બાલન સ્ટાર બની ગઈ અને આજે પણ તેણે પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું છે. 

વિદ્યા બાલનની પર્સનલ લાઇફ પર રોલર કોસ્ટર રાઇડ સાબિત થઈ હતી.વિદ્યા એક સમયે શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડ તરીકે ચર્ચાતી હતી. પાછળથી ખુલાસો થયો કે વિદ્યા શાહિદના ખૂબ જ સારી મિત્ર હતી. કરીના કપૂર સાથે બ્રેક-અપ બાદ ભાંગી પડેલા શાહિદની વિદ્યાએ ઇમોશનલી હેલ્પ કરી હતી. આ સિવાય પરિણીતા ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન સાથે બોલિવૂડ ડેબ્યુ કરનાર કરનાર વિદ્યાનું નામ સૈફ સાથે પણ જોડાયું હતું. જોકે એને કોઈ સત્તાવાર સમર્થન નથી. બિપાશા પાછળ ફિદા થઈ જનાર અન્ય સ્ટાર હતો જોન અબ્રાહમ. બિપાશા બાસુ સાથેના બ્રેક-અપ બાદ જોન અબ્રાહમનું નામ વિદ્યા સાથે જોડાયું હતું. સલામ-એ-ઇશ્કમાં વિદ્યા અને જોનની હોટ કેમિસ્ટ્રી જોવા મળી હતી. આમ, વિદ્યાએ બોલિવૂડના શાહિદ, સૈફ અને જોન જેવા સુપરહોટ હિરોને પોતાની પાછળ પાગલ કરી દીધા હતા. વિદ્યાએ યૂટીવી મોશનના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂર સાથે 2012માં લગ્ન કર્યા હતાં અને તાજેતરમાં જ વિદ્યા-સિદ્ધાર્થ વચ્ચે ખટરાગના સમાચારો પણ વહેતા થયા હતાં. જોકે હાલમાં તેમની વચ્ચે બધું બરાબર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news