KHATRO KE KHILADI-11 માં Big Boss ફેમ કન્ટેસટન્ટ થયો શોમાંથી બહાર

બિગ બોસ ફેમ આ પ્રતિયોગી ખતરો કે ખિલાડીની સિઝન-11માં પહેલા એલિમિનેશનમાં જ થયો આઉટ

KHATRO KE KHILADI-11 માં Big Boss ફેમ કન્ટેસટન્ટ થયો શોમાંથી બહાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ 'ખતરો કે ખિલાડી' શો તેની દરેક સિઝનમાં હિટ રહ્યો છે.કલર્સના બે શોઝ 'બિગ બોસ' અને 'ખતરો કે ખિલાડી' દર્શકોમાં પહેલેથી લોકપ્રિય રહ્યા છે. ખતરો કે ખિલાડી હવે તેની નવી સિઝન સાથે તૈયાર છે. 'ખતરો કે ખિલાડી'ની 11મી સિઝનનું કેપટાઉનમાં શુટિંગ ચાલી રહ્યુ છે. ટીવી ઈન્ડસ્ટ્રીના 12 જાણીતી 12 હસ્તીઓ તેનો ભાગ બની છે. આ બધી સેલેબ્રિટી સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સને તેની અપડેટ આપતા રહે છે. 'ખતરો કે ખિલાડી'ના શુટિંગ સાથે સેલેબ્રિટી મસ્તી પણ કરી રહી છે.ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહી છે. 'ખતરો કે ખિલાડી' ની 11 મી સિઝનનું પહેલું એલિમિનેશન થયું

બિગ બોસનો રહી ચૂક્યો છે કન્ટેસ્ટન્ટ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 'ખતરો કે ખિલાડી' સિઝન 11માં પહેલા એલિમિનેશનનો શિકાર બનનાર કન્ટેસ્ટન્ટ બિગ બોસનો હિસ્સો રહી ચૂકયો છે.જો તમે વિચાર્યું કે આ કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલી, અભિનવ શુક્લ કે રાહુલ વૈધ છે તો તમે ખોટા છો. હા આ કન્ટેસ્ટન્ટ બિગબોસથી જોડાયેલો છે પરંતું બિગ બોસની સિઝન-14 નહીં પરંતું 13મી સીઝનનો ભાગ રહી ચૂક્યો છે. આ કન્ટેસ્ટન્ટ બીજુ કોઈ નહીં પરંતું વિશાલ આદિત્ય સિંહ (VISHAL ADITYA SINGH) છે.

વિશાલ સિંહનું પત્તુ કપાયું
સ્પોટબોયના અહેવાલ પ્રમાણે 'ખતરો કે ખિલાડી સિઝન-11'ની પૂરી ટીમ શુટિંગ પૂર્ણ કરીને જૂનમાં પરત ફરવાની હતી પરંતું હવે કહેવાઈ રહ્યુ છે કે ટીમ વહેલી પરત ફરી શકે છે. કોરોનાના વધતા કેસના કારણે આ વખતે 'ખતરો કે ખિલાડી સિઝન-11'માં ફકત 12 એપિસોડ હશે. ત્યારે ઝડપથી શુટિંગ કરીને ટીમ પરત ફરી શકે છે.

આ જાણીતા ચહેરાઓએ લીધો છે ભાગ
'ખતરો કે ખિલાડી સિઝન-11'માં આ વખતે બિગ બોસ સિઝન-14 ફેમ રાહુલ વૈદ્ય, અભિનવ શુક્લા, નિક્કી તંબોલી જોવા મળશે... તેની સાથે જાણીતા ટીવી કલાકારો શ્વેતા તિવારી, અર્જુન બ્રિજલાની, દિવ્યાંકા ત્રિપાઠી, અર્જુન બ્રિજલાની, આસ્થા ગિલ, મહક ચહલ, વિશાલ આદિત્ય સિંહ જેવા સેલેબ્રિટી નજર આવશે. કન્ટેસ્ટન્ટ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી રહ્યા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

નિક્કી તંબોલીના ભાઈનું કોરોનાથી મોત
ખતરો કે ખિલાડી સિઝન-11 ની કન્ટેસ્ટન્ટ અને બિગ બોસ સિઝન-14ની રનરઅપ નિક્કી તંબોલીના ભાઈનું કોરોનાથી મૃ્ત્યુ થયું. ત્યારે નિક્કી તંબોલી આઘાતમાં હોવા છતાં પોતાના ભાઈ માટે જે પહેલેથી ખતરો કે ખિલાડી માટે ખુશ હતો તેના માટે કેપટાઉનમાં શુટિંગ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news