Vicky Kaushal સાથે લગ્ન કરીને પસ્તાય રહી છે કેટરીના? એક ટ્વીટ બાદ શરૂ થઈ ચર્ચા


વિક્કી કૌશલ અને કેટરીના કેફના લગ્નને લઈને એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને ફેન્સ પણ ચિંતામાં આવી ગયા છે. ટ્વિટર પર કેટરીના અને વિક્કીના લગ્ન જીવનને લઈને એક ટ્વીટે ખળભળાટ મચાવી દીધો છે. 
 

Vicky Kaushal સાથે લગ્ન કરીને પસ્તાય રહી છે કેટરીના? એક ટ્વીટ બાદ શરૂ થઈ ચર્ચા

નવી દિલ્હીઃ Vicky Kaushal and Katrina Kaif:બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal)અને કેટરીના કેફ (Katrina Kaif)ની જોડી ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ જોડીમાંથી એક છે. બંનેને એકસાથે ખૂબ પસંદ કરવામાં આવે છે. વિક્કીને એક આદર્શ પતિ માનવામાં આવે છે, અમે આ માત્ર એવું નથી કહી રહ્યા, પરંતુ વિકીએ દરેક સમયે તે સાબિત કર્યું છે. એક્ટર પોતાની પત્ની પર પ્રેમ વરસાવવાનો એક પણ મોકો છોડતો નથી, પરંતુ આ દરમિયાન એક દિલધડક સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને બંનેના ફેન્સ ખૂબ જ ચોકી ગયાછે. કેટરિના અને વિકીના લગ્નને લઈને એક વિચિત્ર ટ્વીટ ટ્વિટર પર વાયરલ થઈ રહી છે.

એક ટ્વીટથી શરૂ થઈ ચર્ચા
વાસ્તવમાં, આ ટ્વીટમાં વિક્કી અને કેટરીનાના લગ્ન જીવન વિશે કેટલીક એવી વાતો કહેવામાં આવી હતી, જેને સાંભળીને બધાને 440 વોલ્ટનો આંચકો લાગ્યો હતો. આ ટ્વીટ ઉમૈર સંધુના નામથી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 'બ્રેકિંગ ન્યૂઝઃ કેટરીના કૈફ તેના લગ્ન જીવનથી ખુશ નથી. વિક્કી કૌશલના નજીકના ક્રૂ મેમ્બરના જણાવ્યા અનુસાર, વિક્કી કૌશલ ઇરેક્ટાઇલ ડિસફંક્શન જેવી બીમારીથી પીડિત છે, જેના માટે તે દવાઓ પણ લઈ રહ્યો છે. કેટરીના કૈફ સાથે ઝઘડા બાદ વિકી કૌશલે બે દિવસ પહેલા તેનો ફોન પણ તોડી નાખ્યો હતો. ઉમૈરના આ ટ્વિટથી ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે.

— Umair Sandhu (@UmairSandu) June 22, 2023

વિક્કી કૌશલ ફિટ અને ફાઈન છે
પરંતુ અમે તમને આ વાતનું સત્ય જણાવી રહ્યાં છીએ. ઉમૈર નામના આ વ્યક્તિનું ટ્વીટ ખોટું છે અને ફેક છે. પરંતુ આ દિવસોમાં વિક્કી અને કેટરીના વેકેશન પર છે. બંને એક સાથે સમય પસાર કરી રહ્યાં છે. તો વિક્કી ફિટ અને ફાઈન છે. નોંધનીય છે કે હાલમાં વિક્કી કૌશલની ફિલ્મ જરા હટકે જરા બચકે બોક્સઓફિસ પર ફિટ રહી. ત્યારબાદ બંને રજાઓ માણવા ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news