Scam 2003: દેશમાં થયેલા 30 હજાર કરોડના કૌભાંડની સ્ટોરી સ્ક્રીન પર દેખાડશે હંસલ મેહતા, સ્કેમ 2003 નું જુઓ ટીઝર

Scam 2003 Teaser: હંસલ મેહતાની નવી વેબ સીરીઝ સ્કેમ 2003 ધ તેલગી સ્ટોરીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સીરીઝ સોની લિવ પર રિલીઝ થશે. તો તમે પણ ફટાફટ જુઓ આ ટીઝર અને જાણી લો કે ક્યારે રિલીઝ થવાની છે આ વેબ સીરીઝ.

Scam 2003: દેશમાં થયેલા 30 હજાર કરોડના કૌભાંડની સ્ટોરી સ્ક્રીન પર દેખાડશે હંસલ મેહતા, સ્કેમ 2003 નું જુઓ ટીઝર

Scam 2003 Teaser: સ્કેમ 1992 અને સ્કૂપ જેવી દમદાર વેબસરીઝ પછી હંસલ મહેતા ફરી એક વખત નવી વેબસરીઝ સાથે આવી ગયા છે. હંસલ મહેતાની નવી સિરીઝ સ્કેમ 2003 નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સ્કેમ  2003 ધ તેલગી સ્ટોરી દેશમાં થયેલા 30,000 કરોડના સ્ટેમ્પ પેપર કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ છે. આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આ વેબ સિરીઝ 2 સપ્ટેમ્બર થી સોની લિવ પર જોવા મળશે.

આ પણ વાંચો:

સ્કેમ  2003 ધ તેલગી સ્ટોરીના ટિઝરમાં જોવા મળે છે કે દેશમાં 1992માં હર્ષદ મહેતાનું સ્કેમ  બહાર આવ્યું હતું. ત્યારે આ કૌભાંડ વિશે જાણીને લોકો હચમચી ગયા હતા. પરંતુ 2003માં એવું કૌભાંડ સામે આવ્યું જેની સામે 1992 નું સ્કેમ તો ટ્રેલર હતું. 2003માં દેશનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડ કેવી રીતે કરવામાં આવ્યું અને તેનું પરિણામ શું આવ્યું તે બધું જ વેબ સિરીઝમાં જોવા મળશે.

જણાવી દઈએ કે સ્કેમ  2003 ધ તેલગી સ્ટોરી નકલી સ્ટેમ્પ પેપર પબ્લિશ કરવાના કૌભાંડ પર આધારિત છે. જેમાં તેલગીએ નકલી સ્ટેમ્પ પેપર પબ્લીશ કરવા માટે મશીન ઉપર 300 થી વધુ લોકોને કામે રાખ્યા હતા. આ કૌભાંડમાં બેંકો, વીમા કંપનીઓ અને અન્ય અનેક લોકોની સાથે છેતરપિંડી થઈ હતી. આ કૌભાંડ 30 હજાર કરોડ રૂપિયાનું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news