Gadar 2 એ પઠાન અને બાહુબલીનો તોડ્યો રેકોર્ડ, 24 દિવસમાં કરી 500 કરોડની કમાણી

Gadar 2: જે રીતે ગદર 2 ની કમાણી વધી રહી છે તે જોતા લાગે છે કે આગામી સમયમાં કોઈ ફિલ્મ માટે ગદર 2નો રેકોર્ડ તોડવો મુશ્કેલ સાબિત થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગદર 2 નું 24 માં દિવસનું કલેક્શન 8.50 કરોડ હતું. આ કમાણી સાથે જ ગદર 2 નું કુલ કલેક્શન 500 કરોડથી વધુનું થઈ ચૂક્યું છે.

Gadar 2 એ પઠાન અને બાહુબલીનો તોડ્યો રેકોર્ડ, 24 દિવસમાં કરી 500 કરોડની કમાણી

Gadar 2: સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 બોક્સ ઓફિસ કલેક્શનમાં એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. ગદર 2 રિલીઝ થયાને 24 દિવસ થયા છે અને બોક્સ ઓફિસ કલેક્શનના ઘણા રેકોર્ડ તેણે તોડી નાખ્યા છે. ગદર 2ની કમાણી દિવસેને દિવસે વધી રહી છે અને હવે આ ફિલ્મ એ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 ને પણ પાછળ છોડી દીધી છે. 

રિલીઝ થયા ના 24 માં દિવસે જ ગદર 2 એ શાનદાર કલેક્શન કરી લીધું. જેના કારણે આ ફિલ્મનું કલેક્શન 500 કરોડ થયું છે. બાહુબલી 2 અને પઠાન ફિલ્મને પાછળ છોડીને ગદર 2 એ નવો રેકોર્ડ બનાવી લીધો છે. 24 દિવસમાં 500 કરોડની કમાણી કરનાર ગદર 2 પહેલી ફિલ્મ બની ગઈ છે. 

આ પણ વાંચો:

જે રીતે ગદર 2 ની કમાણી વધી રહી છે તે જોતા લાગે છે કે આગામી સમયમાં કોઈ ફિલ્મ માટે ગદર 2નો રેકોર્ડ તોડવો મુશ્કેલ સાબિત થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગદર 2 નું 24 માં દિવસનું કલેક્શન 8.50 કરોડ હતું. આ કમાણી સાથે જ ગદર 2 નું કુલ કલેક્શન 500 કરોડથી વધુનું થઈ ચૂક્યું છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 24 માં દિવસે 655 કરોડનો આંકડો પાર કર્યો છે.

રવિવારના દિવસના કલેક્શન પછી સની દેઓલની ગદર 2 ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન અને પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 કરતા પણ આગળ નીકળી ગઈ છે. આ ફિલ્મે સૌથી ઓછા દિવસમાં 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. શાહરુખ ખાનની ફિલ્મ પઠાને 28 દિવસે 500 કરોડનો આંકડો પાર કર્યો હતો. જ્યારે પ્રભાસની ફિલ્મ બાહુબલી 2  34 દિવસે 500 કરોડ એ પહોંચી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news