ગુજ્જુ બોય મુનવ્વર ફારુકીએ પાકિસ્તાની અભિનેત્રીને 'હાય' કહ્યું અને ધૂમ મચી ગઈ

Munawar Faruqui Latest News: મુનવ્વર ફારુકી એક એવો ગુજ્જુ બોય જે થોડા જ સમયમાં રોક સ્ટાર બની ગયો. સલમાન ખાનના ફેમસ ટીવી શો બીગ બોસમાં જીતનાર મુનવ્વર ફારુકી હાલ કેમ આવ્યો છે ચર્ચામાં જાણો...

ગુજ્જુ બોય મુનવ્વર ફારુકીએ પાકિસ્તાની અભિનેત્રીને 'હાય' કહ્યું અને ધૂમ મચી ગઈ

Munawar Faruqui: મુનવ્વર ફારુકી એક એવો ગુજરાતી છોકરો જે રાતોરાત ફેમસ થઈ ગયો. સલમાન ખાનના ફેમસ શો બિગ બોસમાં વિનર બનેલાં આ ગુજ્જુ બોય હાલ ફરી એકવાર ચર્ચમાં આવ્યો છે. તેનું કારણ છે તેણે ઈન્સ્ટાગ્રામ પર કરેલો એક મેસેજ. પાકિસ્તાની અભિનેત્રીને જોઈને આ ગુજ્જુ બોય લટ્ટુ થઈ ગયો. લટ્ટુ થઈને મુનવ્વર ફારુકીએ એક મેસેજ કર્યો અને તે ચર્ચામાં આવી ગયો. 

બિગ બોસ વિનર બનીને આ ગુજ્જુ બોય મુનવ્વર ફારુકીએ ઓવરનાઈટ ફેમ મેળવ્યો છે. હવે આ એક સ્ટાર બની ગયો છે. તેની શાયરીઓ અને તેનો કોમેડી અંદાજ. બિગ બોસ વિનર મુનવ્વર ફારુકી એની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને સતત ચર્ચામાં રહે છે. આ બધાની વચ્ચે સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ આ પાકિસ્તાની એક્ટ્રેસની તસવીર પર કોમેન્ટ કરી છે જેના કારણે ફરી લાઇમલાઇટ આવ્યો છે. 

એવી તો શું કોમેન્ટ કરી ફારુકીએ?
પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે જેના પર ફેન્સ સિવાય મોસ્ટ પોપ્યુલર યુટ્યૂબર મુનવ્વર ફારુકીએ પણ કોમેન્ટ્ કરી છે. આ કોમેન્ટે દરેક લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. મુનવ્વર ફારુકીએ બ્લુ હાર્ટની સાથે કોમેન્ટ કરતા હાય લખ્યુ છે. સોશિયલ મિડીયા પર બિગ બોસ ફેમની આ કોમેન્ટ વાયરલ થઇ રહી છે.

 

મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે મુનવ્વરઃ
ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, સોશિયલ મિડીયામાં મુનવ્વર ફારુકીનું ફેન ફોલોઇંગ સતત વધી રહ્યું છે. તેની પોસ્ટ હંમેશા એના ફેન્સ ફોલો કરતા હોય છે. જો કે આ વચ્ચે મુવ્વર ફારુકી ફરી લોકો માટે ચર્ચાનો વિષય બન્યા છે. મુનવ્વર ફારુકીએ પાકિસ્તાની એક્ટ્રેસની એક પોસ્ટ શેર કરીને ચર્ચા જગાવી છે. ફારુકીને આ પોસ્ટ હાલ સોશિયલ મીડ઼િયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. 

હંમેશાથી વિવાદોમાં રહ્યો છે ફારુકીઃ
હવે મુનવ્વરે મોસ્ટ પોપ્યુલર પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની તસવીર પર કોમેન્ટ કરીને પ્રેમ વ્યક્ત કર્યો છે. મુનવ્વર ફારુકીને વિવાદોથી જૂનો સંબંધ છે. છેલ્લા ઘણાં સમયથી પોતાની લવ લાઇફને લઇને હાઇલાઇટ થતા રહે છે. બિગ બોસ વિનર બનતા પહેલાં પણ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને અનેક વિવાદોમાં રહ્યા છે. 

ફેમિલીને આપ્યો સફળતાનો શ્રેયઃ
ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 17માં વિનર બન્યા પછી મુનવ્વર ફારૂકીનું પહેલું રિએક્શન સામે આવ્યુ હતુ જેમાં તેઓ પોતાની જીતનો શ્રેય ફેન્સની સાથે-સાથે એમની માતાને આપ્યો હતો. આ સાથે મુનવ્વર ફારૂકીએ ટોપ 2માં આવીને અભિષેકને ટક્કર આપતા બિગ બોસની ટ્રોફી પણ જીતી લીધી હતી. અભિષેક કુમાર આ શોના સેકન્ડ વિનર હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news