જલોટા અને જસલીનની અંતરંગી જોડીએ મચાવી હતી બબાલ, ગુરૂજી સાથે બિકિની રોમાંસ તોબા..તોબા...

Bigg Boss: અનૂપ જલોટા સાથેના સંબંધોને લઈને બિગ બોસમાં હંગામો મચાવનાર જસલીન મથારુ ક્યાં ગાયબ થઈ ગઈ અને શું કરી રહી છે... ચાલો તમને જણાવીએ... કેટલાક લોકો જસલીનના પ્રેમને સાચો માનતા હતા તો કેટલાક લોકોએ તેને ખોટો ગણાવ્યો હતો. પરંતુ પાછળથી જે વાસ્તવિકતા સામે આવી તેણે બધાના દિલ તોડી નાખ્યા. અનૂપ જલોટા અને જસલીન રિયલ લાઈફમાં પાર્ટનર ન બની શક્યા. પરંતુ બંનેએ ચોક્કસ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો તેને માત્ર પબ્લિસિટી સ્ટંટ માને છે.

જલોટા અને જસલીનની અંતરંગી જોડીએ મચાવી હતી બબાલ, ગુરૂજી સાથે બિકિની રોમાંસ તોબા..તોબા...

Anup Jalota And Jasleen Matharu: ભજન સમ્રાટ અનુપ જલોટા અને અભિનેત્રી અને મોડલ જસલીન મથારુએ પોતાના સંબંધોના સમાચારથી ખળભળાટ મચાવી દીધો હતો. જોકે, બિગ બોસ પછી આ જોડી ક્યાંક ખોવાઈ ગઈ છે. BIG BOSSમાં આ જોડી વિશે ઘણી ચર્ચા થઈ હતી, જ્યારે હવે જસલીન ઘણા સમયથી હેડલાઈન્સમાંથી ગાયબ છે. જસલીન અને અનૂપ જલોટા વચ્ચેના સંબંધો પર કોઈ ખાસ ચર્ચા નથી થઈ રહી. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે BIG BOSSની આ વિચિત્ર જોડી ક્યાં છે અને શું કરી રહી છે.

રિયલ લાઈફ પાર્ટનર નથી બન્યા-
કેટલાક લોકો જસલીનના પ્રેમને સાચો માનતા હતા તો કેટલાક લોકોએ તેને ખોટો ગણાવ્યો હતો. પરંતુ પાછળથી જે વાસ્તવિકતા સામે આવી તેણે બધાના દિલ તોડી નાખ્યા. અનૂપ જલોટા અને જસલીન રિયલ લાઈફમાં પાર્ટનર ન બની શક્યા. પરંતુ બંનેએ ચોક્કસ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો તેને માત્ર પબ્લિસિટી સ્ટંટ માને છે.

ફિલ્મમાં જોવા મળે છે-
ભજન ગાયક Anup Jalota અને અભિનેત્રીની જોડી 2021માં આવેલી ફિલ્મ વો મેરી સ્ટુડન્ટમાં સાથે જોવા મળી હતી. BIG BOSS 12 થી હેડલાઈન્સ મેળવનારી જસલીન બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ વધુ કંઈ કરી શકી નથી. ઈવેન્ટ્સ અને મ્યુઝિક વીડિયો કરવા સિવાય જસલીન ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે. Jasleen Matharuવિશે ઘણું તમને ત્યાંથી જાણવા મળી શકે તેમ છે.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો અનોખો સંબંધ-
જણાવી દઈએ કે Anup Jalota અને Jasleen Matharu અવારનવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. પહેલીવાર બંને બિગ બોસ 12માં સાથે જોવા મળ્યા હતા. અનૂપ જસલીનને પોતાની શિષ્યા કહે છે, પરંતુ બંને જે પ્રકારની તસવીરો અને વીડિયો શેર કરે છે, તેમના સંબંધને અલગ નામ આપવામાં આવે છે.

ફોટા વાયરલ થયા હતા-
તાજેતરમાં જ જસલીનના Anup Jalota સાથેના લગ્નના કેટલાક ફોટા વાયરલ થયા હતા, જેના કારણે તેમના લગ્નને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ અનૂપ જલોટાએ આ સમાચારને ખોટા અને વાહિયાત ગણાવ્યા છે. આ સાથે જ બિગ બોસમાં Jasleen Matharu પણ અનૂપ જલોટા સાથે બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી હતી, તે તસવીરો અને વીડિયોમાં ઘણો હંગામો થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news