Bigg Boss OTT Premiere: 13 કન્ટેસ્ટન્ટ્સની ઘરમાં એન્ટ્રી, પ્રતીક સહેજપાલ પહેલા જ દિવસે બન્યો માથાનો દુ:ખાવો

બિગ બોસમાં આ વખતે કન્ટેસ્ટન્ટ્સે કનેક્શન બનાવવાનું રહેશે. છોકરીઓ અન છોકરાઓની જોડી બનાવવામાં આવશે. જો છ અઠવાડિયા સુધી જોડીઓનું કનેક્શન શક્તિશાળી નહીં રહે તો તેમને શોમાં ફિનાલેમાં આગળ વધવાની તક નહીં મળે. 

Bigg Boss OTT Premiere: 13 કન્ટેસ્ટન્ટ્સની ઘરમાં એન્ટ્રી, પ્રતીક સહેજપાલ પહેલા જ દિવસે બન્યો માથાનો દુ:ખાવો

Bigg Boss OTT Premiere: જેની ગણતરી દેશના સૌથી મોટા રિયાલિટી શોમાં થાય છે તે Bigg Boss 15 OTT શરૂ થઈ ચૂક્યું છે. રવિવારે 8 વાગે તેની ધમાકેદાર શરૂઆત થઈ. 13 સ્પર્ધકોએ ઘરમાં એન્ટ્રી લીધી છે. શોમાં આ વખતે અનેક નવી વસ્તુઓ હશે અને શોના હોસ્ટ પણ બદલાઈ ચૂક્યા છે. બિગ બોસ ઓટીટીને સુપરસ્ટાર સલમાન ખાન નહીં પરંતુ કરણ જૌહર હોસ્ટ કરી રહ્યા છે. બિગ બોસમાં આ વખતે કન્ટેસ્ટન્ટ્સે કનેક્શન બનાવવાનું રહેશે. છોકરીઓ અને છોકરાઓની જોડી બનાવવામાં આવશે. જો છ અઠવાડિયા સુધી જોડીઓનું કનેક્શન શક્તિશાળી નહીં રહે તો તેમને શોમાં ફિનાલેમાં આગળ વધવાની તક નહીં મળે. 

બિગ બોસે કર્યું ઘરવાળાઓનું સ્વાગત
બિગ બોસે શોના કન્ટેસ્ટન્ટ્સનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે બધાએ અહીં તક બગાડવી જોઈએ નહીં અને આ શોને સફળ બનાવવા માટે પૂરી કોશિશ કરવી જોઈએ. 

દિવ્યા થઈ નોમિનેટ
બિગ બોસના ઘરમાં કોઈની પણ સાથે કનેક્શન ન બનાવવાના કારણે દિવ્યા અગ્રવાલ પહેલા જ દિવસે એવિક્શન માટે નોમિનેટ થઈ છે. હવે તેણે દર્શકોના મન જીતવા પડશે. જેથી કરીને શોમાં રહી શકે. 

ઘરમાં થઈ છોકરાઓની એન્ટ્રી
બિગ  બોસના ઘરમાં તમામ છોકરીઓએ છોકરાઓને પોતાના કનેક્શન તરીકે પસંદ કરી લીધા છે. હવે છોકરીઓની એન્ટ્રી ઘરમાં થઈ ચૂકી છે. હજુ સુધી ઘરની એક પણ છોકરીને પ્રતીક પસંદ નથી. ઘરની અંદર છોકરીઓ બેસીને તેના વિશે ગોસિપ કરતી જોવા મળી. પ્રતીકની ઘરમાં એન્ટ્રી બાદ બધા સાથે તેણે પોતાના વર્તન પર બોલવાનું શરૂ કર્યું. 

કરણનાથના હાથમાં હતી ડોર
કરણ જૌહરે જણાવ્યું કે છેલ્લા છોકરાને જોડી માટે મેળવવા માટે દિવ્યા અગ્રવાલ અને રિદ્ધિમા પંડિતે તેને ઈમ્પ્રેસ કરવો પડશે. છેલ્લો છોકરો કરણ નાથ છે. જે કરણને ઈમ્પ્રેસ નહીં કરી શકે તે છોકરી અત્યારે જ શોમાંથી બહાર થઈ શકે છે. કરણ નાથે રિદ્ધિમા પંડિતને પસંદ કરી. 

આ છે બિગ બોસ ઓટીટીના કન્ટેસ્ટન્ટ્સ...

13મી કન્ટેસ્ટન્ટ રિદ્ધિમા પંડિત
બધાને બચીને રહેવાનો સંદેશ આપતા રિદ્ધિમા પંડિતે બિગ બોસના મંચ પર એન્ટ્રી મારી. રિદ્ધિમાએ રેપર બાદશાહના ગીત ગેંદા ફૂલ પર પરફોર્મ કર્યું.

— Voot Select (@VootSelect) August 8, 2021

12. દિવ્યા અગ્રવાલ
દિવ્યા અગ્રવાલે બિગ બોસના મંચ પર ગ્લેમરની છોળો ઉડાવી. દિવ્યાએ સેક્સી અંદાજમાં એન્ટ્રી કરી. તેણે કરણ જૌહરને જણાવ્યું કે તેણે સ્ટુડન્ટ ઓફ સ્ટુડન્ટ ફિલ્મના સેટ પર કામ કર્યું હતું. 

— Voot Select (@VootSelect) August 8, 2021

11. ભોજપુરી ક્વીન અક્ષરા સિંહની જબરદસ્ત એન્ટ્રી
ભોજપુરી સિનેમાની ફેમસ અભિનેત્રી અક્ષરા સિંહે બિગ બોસના મંચ પર એન્ટ્રી કરી. તેણે સાવનમાં લગ ગઈ આગ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો. અક્ષરાએ પ્રતીક સહજપાલને પોતાનું કનેક્શન તરીકે પસંદ કર્યો. 

— Voot Select (@VootSelect) August 8, 2021

10. મસ્તમૌલા મૂસ
સૌશિયલ મીડિયા ઈન્ફ્લૂઅન્સર મૂસ જટાનાએ પણ એન્ટ્રી કરી. મૂસે કહ્યું કે તે લડાઈમાં વિશ્વાસ કરતી નથી અને નાના બાળક જેવી છે. મૂસે પોતાના કનેક્શન તરીકે નિશાન ભટ્ટને પસંદ કર્યો. 

— Voot Select (@VootSelect) August 8, 2021

9. નેહા ભસીન
બિગ બોસના મંચ પર સિંગર નેહા ભસીને જબરદસ્ત સિંગિગ પરફોર્મન્સ સાથે એન્ટ્રી કરી. તેણે ફેમસ ગીત ધુનકી ગાયું. નેહાએ જણાવ્યું કે બિગ બોસમાં આવવાનો તેનો ઉત્સાહ એટલો બધો હતો કે તેણે પોતાની ટાંગ તોડાવી.. નેહાએ પોતાના કનેક્શન તરીકે મિલિન્દ ગાબાને પસંદ કર્યો. 

— Voot Select (@VootSelect) August 8, 2021

8. ઉર્ફી જાવેદ
કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદે  બિગ બોસના મંચ પર જણાવ્યું કે તે મોફાટ છે. તેણે વાત વાતમાં પ્રતીક સહજપાલ અને પવિત્ર પુનિયાની રિલેશનશીપનો ખુલાસો કર્યો. જેના પર પ્રતીકે જણાવ્યું કે તેનો અને પવિત્રાનો સંબંધ ખુબ ટોક્સિક હતો. ઉર્ફીએ એન્ટ્રી સાથે જ કરણ જૌહરને પોતાનો ક્રશ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે તેને હોટ અને બોડીવાળા છોકરા ગમતા નથી. કરણ જેવા ક્યૂટ ગમે છે. તેણે કનેક્શન માટે જીશાન ખાનને પસંદ કર્યો. 

— Voot Select (@VootSelect) August 8, 2021

7. શમિતા માટે છોકરાઓમાં કોમ્પિટિશન
શિલ્પા શેટ્ટીની બહેન શમિતાએ પણ બિગ બોસ ઓટીટીના મંચ પર એન્ટ્રી કરી છે. તેણે પોતાના ફેમસ ગીત શરારા શરારા પર સેક્સી પરફોર્મન્સ આપ્યું. તેણે જણાવ્યું કે તે પરેશાનીઓના કારણે પહેલા નહતી આવતી પરંતુ તેણે મન બદલી નાખ્યું. કરણ જૌહરે કહ્યું કે તેણે ખરાબ સમયને ભૂલીને આગળ વધવું જોઈએ. શમિતાએ પોતાના કનેક્શન તરીકે રાકેશ  બાપટ અને કરણ રાકેશ નાથને પસંદ કર્યા. ત્યારબાદ રાકેશ અને કરણે તેના માટે ભેળ બનાવી, શમિતાએ ભેળ ખાધા બાદ રાકેશ બાપટની પસંદગી કરી. રાકેશની પસંદગી બાદ પ્રતીક શમિતાથી નારાજ થયો અને બંને વચ્ચે દલીલ થઈ. જેને કરણ જૌહરે રોકી. શમિતા બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરનારી પહેલી સ્પર્ધક બની હતી. 

— Voot Select (@VootSelect) August 8, 2021

6. પ્રતીક સહેજપાલ
પ્રતીકે આવતાની સાથે જ તેવર દેખાડવાના શરૂ કરી દીધા. પ્રતીકે કન્ટેસ્ટન્ટને કર્મા અંગે શીખામણ આપી અને કહ્યું કે હું ભગવાન છું અને શેતાન પણ. પ્રતીક સહજપાલની હરકતો જોતા જીશાન ખાન પોતાનું હાસ્ય રોકી શક્યો નહીં. કરણ જૌહરે પણ મજા લીધી. જીશાન અને પ્રતીક વચ્ચે વાત વાતમાં ચડસાચડસી થઈ. આવામાં કરણ જૌહરે તેમને શાંત કરાવ્યા. 

— Voot Select (@VootSelect) August 8, 2021

5. કરણ નાથ
દિલ આશિકાના હૈ ફિલ્મના એક્ટર કરણ નાથે બિલ બોસના મંચ પર એન્ટ્રી લીધી. સિંગર મિલન્દ ગાબાએ તેમને આયર્ન મેન ઓફ ધી હાઉસ ગણાવ્યા. 

— Voot Select (@VootSelect) August 8, 2021

4, નિશાંત ભટ્ટ
ડાન્સ દિવાને 3ના કોરિયોગ્રાફર નિશાંત ભટ્ટની એન્ટ્રી પણ થઈ છે. નિશાંતના આવતા પહેલા ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ કરણને નિશાંતને છીનવી લેવાની ફરિયાદ કરી. નિશાંતે રણબીર સિંહના ફેમસ ગીત ચન્ના મેરેયાનું કોર્યોગ્રાફ કર્યું હતું. 

— Voot Select (@VootSelect) August 8, 2021

3. મિલિન્દ ગાબા
પંજાબી સિંગર મિલિન્દ ગાબાએ પોતાના ફેમસ ગીત યાર મોડ દો પર પરફોર્મ કરી એન્ટ્રી મારી. તેણે કરણ જૌહરને કહ્યું કે તે પંજાબી છે અને તે જ તેના અંદરનું ઓટીટી છે. 

— Voot Select (@VootSelect) August 8, 2021

2. જીશાન ખાન
અભિનેતા જીશાન ખાન પોતાની અજીબોગરીબ હરકતો માટે જાણીતો છે. બિગ બોસના મંચ ઉપર પણ તે બાથરોબમાં પહોંચ્યો. જીશાને કરણ જૌહરને પણ બાથરોબ પહેરાવી દીધો. અને તેની સાથે રાધા તેરી ચૂનરી ગીત પર ડાન્સ કર્યો. 

— Voot Select (@VootSelect) August 8, 2021

1. રાકેશ બાપટ
શોમાં પહેલા કન્ટેસ્ટન્ટ તરીકે અભિનેતા રાકેશ બાપટે એન્ટ્રી કરી. ફિલ્મ સાવરિયાના જબ સે તેરે નૈના પર પરફોર્મ કરીને એન્ટ્રી મારી. તેણે જણાવ્યું કે તે ખુબ ઉત્સાહિત છે. 

— Voot Select (@VootSelect) August 8, 2021

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news