સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી આપીને લખ્યું કે...

બોલિવુડના દબંગ સલમાન ખાન (Salman Khan) હવે બિગબોસ 13 (Bigg Boss 13) માં જલ્દી જ જોવા મળશે. પરંતુ આ વચ્ચે સલમાન ખાનને લઈને શોકિંગ સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ગઈ છે.
સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી આપીને લખ્યું કે...

નવી દિલ્હી :બોલિવુડના દબંગ સલમાન ખાન (Salman Khan) હવે બિગબોસ 13 (Bigg Boss 13) માં જલ્દી જ જોવા મળશે. પરંતુ આ વચ્ચે સલમાન ખાનને લઈને શોકિંગ સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ગઈ છે.

સલમાન ખાનને આ ધમકી ફેસબુક પર સોપૂ (Student Organisation of Punjab University) નામના ગ્રૂપ પર આપવામાં આવી છે. આ ધમકી ગૈરી શૂટર નામના આઈડી પરથી આપવામાં આવી છે. આ ધમકીના સ્ક્રીન શોટ્સ હવે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યાં છે. 

આ પોસ્ટમાં સલમાન ખાનની એક તસવીર દેખાઈ રહી છે, જેને રેડ કલરથી ક્રોસ કરવામાં આવી છે. ધમકી આપનાર યુઝરે પોસ્ટમાં લખ્યું છે કે, વિચારી લે સમાન, તુ ભારત કે કાનૂન સે બચ સક્તા હૈ, લેકિન બિશ્નોઈ સમાજ ઔર સોપૂ પાર્ટી કે કાનૂનને તુજે મોત કી સજા સુના દી હૈ. સોપુ અદાલતમેં તુ દોષી હૈ. 

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને કાળિયારના શિકાર મામલામાં 27 સપ્ટેમ્બરના રોજ જોધપુર કોર્ટમાં હાજર થવાનું છે. આ પેશીના મામલામાં કોર્ટે કહ્યું કે, જો તે આ તારીખે રજૂ નથી થઈ રહ્યો, તો તેની જમાનત અરજી નકારી દેવાશે.

સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી પહેલીવાર નથી મળી. આ પહેલા પણ વર્ષ 2018માં ગેંસ્ટર બિશ્નોઈએ તેને ખુલ્લેઆમ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેના બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news