BigBoss ની આ જોડી છે સૌથી હોટ, જાણો કેમ લોકોને સૌથી વધુ પસંદ છે આ જોડી

કલર્સનો એક એવો ટેલીવિઝન શો, જેને કરોડો લોકો જોવે છે અને તેને ખૂબ પ્રેમ કરે છે. આ શોને સલમાન ખાન હોસ્ટ કરે છે. અત્યારે આ શોની 16 મી સીઝન ચાલુ છે, જેના ઘણા સ્પર્ધકો લોકોને ખૂબ ગમે છે, તો ઘણા નથી ગમતા.

BigBoss ની આ જોડી છે સૌથી હોટ, જાણો કેમ લોકોને સૌથી વધુ પસંદ છે આ જોડી

મુંબઈઃ ટીવી શો માં બિગ બોસ શો સૌથી પોપ્યુલર શો માંથી એક શો ગણાય છે. સલમાન ખાન પોતે આ શો ને હોસ્ટ કરે છે અને સલમાન જ આ શોનો પ્રોડ્યુસર પણ છે. ત્યારે આ શોના સ્પર્ધકોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે. એવામાં એક જોડી એવી છે જેણે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. આ પહેલાં ખતમ થઈ ચૂકેલ બિગ બૉસની 15 મી સીઝનમાં એવા ઘણા સ્પર્ધકો હતા, જેમને શોમાં આવ્યા બાદ તેમનો પ્રેમ મળ્યો અને તેમની જોડી દર્શકોને ખૂબ ગમી હતી. આજે આ લેખમાં અમે તમને મોસ્ટ લવેબલ કપલ અંગે જણાવશું, જેમની જોડીને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે.

બિગ બૉસની સીઝન 15 ના કંટેસ્ટન્ટ કરણ અને વિજેતા રહી ચૂકેલ તેજસ્વી પ્રકાશની જોડી લોકોને ખૂબ ગમી હતી. મોટાભાગે બિગ બૉસના ઘરમાં બનેલ જોડીઓ ઘરની બહાર આવ્યા બાદ તૂટી જાય છે, પરંતુ આ બંનેની જોડી ઘરમાંથી બહાર આવ્યા બાદ આજે પણ સાથે જ છે. લોકોએ તેમની જોડીને ખૂબ પ્રેમ આપ્યો છે. બિગ બૉસની એ લવ સ્ટોરી જોઈને તો સલમાન ખાન પણ બહુ રડ્યા હતા. આ છે અલી અને જેસ્મિનની લવ સ્ટોરી. આ બંને બિગ બૉસની 14 સિઝનના કંટેસ્ટન્ટ હતા. આ બંનેની જોડી લોકોને બહુ ગમે છે.

બોગ બૉસના એપિસોડમાં જેસ્મિન ઘરમાંથી નીકળી ત્યારબાદ અલી બહુ રડ્યો હતો, જેને જોઈને દર્શકોની આંખમાં પણ પાણી આવી ગયું હતું. ઘરમાંથી બહાર નીકળ્યા બાદ પણ બંને સાથે જ છે અને આજે પણ લોકોને તેમની જોડી બહુ ગમે છે. યુવિકા અને પ્રિંસ બિગ બૉસની સીઝન 9 માં હતા. પતિ-પત્નીની આ જોડી લોકોને ખૂબજ ગમી હતી. એ એપિસોડ લોકોને આજે પણ યાદ હશે, જ્યારે પ્રિંસે યુવિકાને પ્રપોઝ કર્યો હતો. બિગ બૉસની સીઝન 13 માં શહનાઝ અને સિદ્ધાર્થ બંને એકબીજાને બહુ પ્રેમ કરતાં હતાં. સીઝન 13 માં શહનાઝની ક્યૂટનેસે સૌનાં દિલ જીતી લીધાં હતાં. તેમની જોડી દર્શકો વચ્ચે બહુ લોકપ્રિય હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news