Bigg Boss 12 : પ્રીમિયર પહેલાં ચાહકો માટે ખરાબ સમાચાર

હાલમાં આ શોમાં ઇશ્કબાઝની એક્ટ્રેસ સૃષ્ટિ રોડે, દીપિકા કક્કડ, શ્રીસંત, નેહા પેંડસે તેમજ ભજન સિંગર અનુપ જલોટાનું આવવાનું લગભગ કન્ફર્મ છે

Bigg Boss 12 : પ્રીમિયર પહેલાં ચાહકો માટે ખરાબ સમાચાર

મુંબઈ : બિગ બોસ 12ના ગ્રાન્ડ પ્રીમિયર પહેલાં ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં શોની પહેલી સેલેબ જોડી ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા હવે બિગ બોસના ઘરનો હિસ્સો નહીં બને. હકીકતમાં સિઝન 12ના લોન્ચિંગ વખતે ભારતી અને હર્ષની ઓળખાણ પહેલી સેલેબ જોડી તરીકે કરાવવામાં આવી હતી. 

ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર પ્રમાણે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને માત્ર એન્ટરટેઇનમેન્ટ તેમજ એક્સાઇટમેન્ટ વધારવા માટે શોમાં લાવવામાં આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે આ માટે ભારતી અને હર્ષને સારી એવી રકમ પણ ચૂકવવામાં આવી છે. હકીકતમાં ભારતીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે જ્યારે ખતરોં કે ખેલાડીનો હિસ્સો હતી ત્યારે તેને બિગ બોસમાં ભાગ લેવા માટે ફોન આવ્યો હતો. 

ભારતીને જ્યારે બિગ બોસમાં આવવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તે માત્ર પૈસા માટે આ શો કરી રહી છે. તેણે મજાક કરતા એમ પણ કહ્યું હતું કે આ શોમાં હું અને મારા પતિ સાથે આવવાના છીએ તો ફેમિલી પ્લાનિંગ પણ થઈ શકે છે. હાલમાં આ શોમાં ઇશ્કબાઝની એક્ટ્રેસ સૃષ્ટિ રોડે, દીપિકા કક્કડ, શ્રીસંત, નેહા પેંડસે તેમજ ભજન સિંગર અનુપ જલોટાનું આવવાનું લગભગ કન્ફર્મ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news