મોદી સરકારના અચાનક નિર્ણયથી કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી, ઘઉં એક્સપોર્ટ કરવા આવેલી ટ્રકો અટવાઈ

India bans exports of Wheat: કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ.... આશરે 5000થી વધુ ટ્રકો અને ટેલરના થપ્પા લાગ્યા... ટ્રક ટેલર ખાલી ન થતા ડ્રાઈવરમાં આક્રોશ
 

મોદી સરકારના અચાનક નિર્ણયથી કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી, ઘઉં એક્સપોર્ટ કરવા આવેલી ટ્રકો અટવાઈ

નિધિરેશ રાવલ/ગાંધીધામ :મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘઉંના નિકાસ પર શરતી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ કારણે કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી ગઈ છે. કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ જોવા મળી છે. આશરે 5000 થી વધુ ટ્રકો અને ટેલરના ગલીઓમાં લાઈનો લાગી ગઈ છે. કારણ કે, બે દિવસથી ઘઉંના હેન્ડલીંગની કામગીરી બંધ કરાઈ છે. 

મોદી સરકારે મૂક્યો પ્રતિબંધ, પણ ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે
ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી તેનું એક નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘઉંની વૈશ્વિક કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેણા પરિણામ સ્વરૂપે ભારત, પાડોશી દેશો અને અન્ય વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં દેખાઈ રહી છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં લગભગ 40 ટકાનો વધારો નોંધાયો છે. જેણા કારણે ભારતમાંથી નિકાસ વધી ગઈ છે. માંગ વધવાથી સ્થાનિક સ્તરે ઘઉં અને લોટની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે. સરકારનો આ નિર્ણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં. 

India Bans Exports of Wheat: ઘઉંનો ભાવ વધતા મોદી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય; નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

સરકારના નિર્ણયથી નિકાસ પર અસર
કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદથી જ કંડલા પોર્ટ પર ઘઉં ભરેલી ગાડીઓનો ભરાવો થઈ ગયો છે. ટ્રક ટેલર ખાલી ન થતા ડ્રાઈવરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ડ્રાઈવર્સ અહી બે દિવસથી અટવાઈ પડ્યા છે. આ કારણે કંડલા ખાતે ડ્રાઈવરોએ પરિવહન પણ રોક્યુ છે. જેથી પોલીસે ઘટના સ્થળે મામલો થાળે પાડવાની કાર્યવાહી હાથ ધરવી પડી છે. કંડલા બંદરે બે દિવસથી ઘઉં હેન્ડલીંગની કામગીરી પણ બંધ કરાઈ છે. 

નોંધનીય છે કે, ઘઉંની ખરીદી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટનો છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને 9.59% થયો છે જે માર્ચમાં 7.77% હતો. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ 55% ઘટાડો થયો છે કારણ કે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત MSP કરતા ઘણી વધારે છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news