દિવાળી પહેલાં ડોલરના મુકાબલે ₹84 ને પાર જઇ શકે છે રૂપિયો, આ વસ્તુઓ પર પડશે અસર

Dollar Rupee Rate: હાલના સમયમાં વૈશ્વિક સ્તર પર મોંઘવારી વધતાં અને પશ્વિમી દેશોની કેન્દ્રીય બેંકો તરફથી વ્યાજ દર રેકોર્ડ લેવલ પર રાખવામાં આવતાં ખરીદારીની ક્ષમતા પ્રભાવિત થઇ રહી છે. તેનાથી ભારતમાંથી થનાર નિકાસમાં પણ ઘટાડો આવ્યો છે. 
 

દિવાળી પહેલાં ડોલરના મુકાબલે ₹84 ને પાર જઇ શકે છે રૂપિયો, આ વસ્તુઓ પર પડશે અસર

USD Vs INR: ડોલરના મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે રૂપિયો 83.19 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. હાલનાઅ નાણાકીય વર્ષની બીજી છમાસિક (ઓક્ટોબરથી માર્ચ) માં રૂપિયો ડોલરના મુકાબલે વધુ નબળો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેર રેટિંગ તરફથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક ડોલરની કિંમત 84 રૂપિયાના સ્તર સુધી જઇ શકે છે. જાણકારોનું અનુમાન છે કે રૂપિયામાં આ ઘટાડો દિવાળી પહેલાં જ જોવા મળી શકે છે. કેર રેટિંગ તરફથી થોડા દિવસો તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2023-24 ના બીજા છમાસિકમાં રૂપિયાનું સ્તર 81 થી 83 વધીને 82 થી 84 રૂપિયા પ્રતિ ડોલર કરી દેવામાં આવ્યો છે. 

એશિયાઇ માર્કેટમાં કરન્સીમાં ઘટાડો થવાની આશંકા
ચીનની કરન્સી યુઆનમાં ચાલી રહેલી નબળાઇના કારણે ઉભરતા એશિયાઇ માર્કેટમાં કરન્સીમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલના સમયમાં વૈશ્વિક સ્તર પર મોંઘવારી વધવાથી અને પશ્વિમી દેશોમાં કેન્દ્રીય બેંકો તરફથી વ્યાજ દર રેકોર્ડ લેવલ પર જવાના કારણે ખરીદારીની ક્ષમતા પ્રભાવિત થઇ રહી છે. તેનાથી ભારતથી થનાર નિર્યાતમાં પણ ઘટાડો આવી શકે છે. રૂપિયામાં આવી રહેલા ઘટાડાથી કયા પ્રકારના નુકસાન થઇ શકે છે. આવો જાણીએ. 

અર્થતંત્ર પર અસર
રૂપિયામાં ઘટાડો ફુગાવા પર દબાણ વધારે છે. તેની અસર આવનારા સમયમાં ઉદ્યોગોને પણ થશે. આર્થિક વિકાસની ગતિ પણ ધીમી પડી શકે છે. આ સિવાય મોંઘા ડોલરના કારણે ભારતને ક્રૂડ ઓઈલ ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. એવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની આશાને ઝટકો લાગી શકે છે.

આયાત અને નિકાસ પર અસર
રૂપિયાના ઘટાડાની અસર દેશમાં આયાત થતા કાચા માલ પર પણ પડી શકે છે. આયાત મોંઘી થવાને કારણે ઉત્પાદન પછી તૈયાર માલના ભાવ વધશે. દેશમાં ઉત્પાદનની કિંમતમાં વધારો થયા બાદ જ્યારે તેની અન્ય બજારોમાં નિકાસ કરવામાં આવે છે ત્યારે તેને અન્ય દેશોની સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે રૂપિયાની સામે ડૉલરની કિંમત ટૂંક સમયમાં 84 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. તેની સૌથી વધુ અસર કાચા તેલની ખરીદી પર પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news