ફ્રીમાં મળશે આ કંપનીના 3 શેર, 100 રૂપિયાથી ઓછો છે ભાવ, શું તમારી પાસે છે આ સ્ટોક?

Stock Market News: ટાઇટન ઇન્ટેકના શેર આજે બુધવારે કારોબાર દરમિયાન ફોકસમાં રહ્યાં હતા. કંપનીનો શેર 98.95 રૂપિયા પર બંધ થયો છે. તેના બોર્ડ મેમ્બરે બોનસ આપવાની જાહેરાત કરતા શેરમાં તેજી જોવા મળી છે. 
 

ફ્રીમાં મળશે આ કંપનીના 3 શેર, 100 રૂપિયાથી ઓછો છે ભાવ, શું તમારી પાસે છે આ સ્ટોક?

Bonus shares 2024: ટાઇટન ઇન્ટેકના શેર (Titan Intech Ltd) આજે બુધવારે કારોબાર દરમિયાન ફોકસમાં હતા. કંપનીનો શેર 98.95 રૂપિયા પર બંધ થયો છે. તેના બોર્ડ મેમ્બરે 3:5 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે દરેક 5 ઈક્વિટી શેર માટે 3 ઈક્ટિવી શેર ફ્રીમાં આપવામાં આવશે. નોંધનીય છે કે ટાઇટન ઈન્ટેકના સ્ટોકે તાજેતરના વર્ષોમાં પોતાના શેરધારકોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં ₹100 થી નીચેના સ્મોલ-કેપ મલ્ટીબેગર સ્ટોકમાં 115 ટકાની તેજી આવી છે.

શેર પ્રાઇઝ હિસ્ટ્રી
છેલ્લા છ મહિનામાં બીએસઈ પર ટાઇટન ઇન્ટેકના શેરની કિંમત લગભગ 58 રૂપિયાથી વધી 98 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ છે. આ દરમિયાન તેમાં 70 ટકાની તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક 45.22 રૂપિયાથી વધી 98 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે. એટલે કે આ દરમિયાન તેમાં 115 ટકાનો વધારો થયો છે. આ રીતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ શેર 1250 ટકા ઉપર ગયો છે. 

કંપની વિશે
ટાઇટન ઇન્ટેક લિમિટેડ એક આઈટી બેસ્ડ સર્વિસ પ્રોડક્ટ અને ઈલેક્ટ્રિકલ સોલ્યૂશન તથા સર્વિસ કંપની છે. તે ઈલેક્ટ્રિકલ સિસ્ટમ માટે મલ્ટી વિષયક ડિઝાઇન, એન્જિનિયરિંગ, સપ્લાય, સ્થાપના, કમીશનિંગ અને પરિયોજના મેનેજમેન્ટ વગેર પ્રદાન કરે છે. કંપનીની સ્થાપના 1984માં થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news