SBI-PNB-BoB સહિત સરકારી બેંકો માટે થઈ નવી જાહેરાત, તમારું આ બેંકમાં એકાઉન્ટ હોય તો ફટાફટ જાણી લેજો...

Moody's rating: SBIના લાંબા ગાળાના ડિપોઝિટ રેટિંગને BAA3 પર જાળવી રાખવું અને બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને PNBના લાંબા ગાળાના ડિપોઝિટ રેટિંગને BAA1 થી BAA3માં અપગ્રેડ કરવું એ ભારતના મેક્રો ઇકોનોમિક આઉટલૂકમાં સુધારો દર્શાવે છે. આ જરૂરિયાતના સમયે બેંકોને ખૂબ જ ઉચ્ચ સ્તરની સરકારી સહાયની ધારણાને પણ પ્રતિબિંબિત કરે છે.

SBI-PNB-BoB સહિત સરકારી બેંકો માટે થઈ નવી જાહેરાત, તમારું આ બેંકમાં એકાઉન્ટ હોય તો ફટાફટ જાણી લેજો...

SBI-PNB-BoB Rating: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State bank of india), પંજાબ નેશનલ બેંક (PNB) સહિત ઘણી જાહેર ક્ષેત્રની બેંકો માટે સારા સમાચાર છે. જો તમારું પણ આમાંથી કોઈ પણ સરકારી બેંકમાં ખાતું છે, તો જાણી લો આ મહત્વની વાત… SBI, PNB, કેનેરા બેંક ( Canara Bank)  અને બેંક ઓફ બરોડાના (Bank of Baroda)ડિપોઝિટ રેટિંગમાં સુધારો થયો છે. રેટિંગ એજન્સી મૂડીઝે શુક્રવારે આ અંગેની માહિતી આપી છે.

SBIનું રેટિંગ શું છે?
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ જાહેર ક્ષેત્રની બેંકોના લાંબા ગાળાના રેટિંગ સ્થિર છે. મૂડીઝે SBIના લાંબા ગાળાના સ્થાનિક અને વિદેશી ચલણ બેંક ડિપોઝિટ રેટિંગને Baa3 પર જાળવી રાખ્યું છે, જ્યારે અન્ય ત્રણ PSB એ તેમના લાંબા ગાળાના ડિપોઝિટ રેટિંગ્સને અપગ્રેડ કર્યા છે.

કેનેરા અને પીએનબીનું રેટિંગ શું છે?
SBIના લાંબા ગાળાના ડિપોઝિટ રેટિંગને BAA3 પર જાળવી રાખવું અને બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને PNBના લાંબા ગાળાના ડિપોઝિટ રેટિંગને BAA1 થી BAA3માં અપગ્રેડ કરવું એ ભારતના મેક્રો ઇકોનોમિક આઉટલૂકમાં સુધારો દર્શાવે છે. આ જરૂરિયાતના સમયે બેંકોને ખૂબ જ ઉચ્ચ સ્તરની સરકારી સહાયની ધારણાને પણ પ્રતિબિંબિત કરે છે.

લોનની સ્થિતિમાં સુધારો થયો
મૂડીઝ બેંક ડિપોઝિટ રેટિંગ બેંકની તેની વિદેશી અને સ્થાનિક ચલણ જમા જવાબદારીઓ સમયસર પૂરી કરવાની ક્ષમતા દર્શાવે છે. મૂડીઝે જણાવ્યું હતું કે ભારતમાં ધિરાણની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો છે, રિટેલ લોન સારી કામગીરી બજાવી રહી છે અને કંપનીઓની નાણાકીય સ્થિતિ સુધરી રહી છે. જો કે, નાની અને મધ્યમ કદની કંપનીઓ બેંકોની એસેટ ગુણવત્તા માટે જોખમ ઊભું છે.

ભારતીય અર્થતંત્ર વધુ સારું પ્રદર્શન કરશે
મૂડીઝે કહ્યું છે કે વધતા દર અને વૈશ્વિક મંદીને કારણે ભારતના આર્થિક વિકાસને અસર થશે પરંતુ ભારતીય અર્થતંત્ર અન્ય ઊભરતાં બજારો કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. આ પરિબળો સાથે, બેંકો માટે કાર્યકારી વાતાવરણ સહાયક રહેશે.

રેટિંગ એજન્સીની અપેક્ષા શું છે?
રેટિંગ એજન્સીને અનુમાન છે કે આગામી દોઢ વર્ષમાં બેન્કોની એસેટ ક્વોલિટી સારી રહેશે, સાનુકૂળ ઓપરેટિંગ વાતાવરણ અને કંપનીઓની બેલેન્સ શીટમાં સુધારો કરવામાં મદદ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news