18 રૂપિયાવાળો શેર 324નો થયો, 4 વર્ષમાં આપ્યું 1650 ટકાનું રિટર્ન, રોકાણકારોના રૂપિયાથી કોથળા ભરાયા

multibagger stock: માત્ર 20,000 રૂપિયાનું રોકાણ આજે 3.5 લાખ રૂપિયા થઇ ગઇ હોત. તો બીજી તરફ 1 લાખ રૂપિયાનું રોકાણ વધીને 17.50 લાખ રૂપિયા થઇ ગઇ હોત. 

18 રૂપિયાવાળો શેર 324નો થયો, 4 વર્ષમાં આપ્યું 1650 ટકાનું રિટર્ન, રોકાણકારોના રૂપિયાથી કોથળા ભરાયા

Stocks to Invest: 31 માર્ચ 2020  મા સ્કિપર લિમિટેડના એક શેરની કિંમત 18.51 રૂપિયા હતે. આજે આ શેર 324 રૂપિયા પર પહોંચી ગયો છે. ફક્ત 4 વર્ષની અંદર આ શેરે પોતાના રોકાણકરોને 1650 ટકા રિટર્ન આપ્યું છે. સ્કિપર લિમિટેડ ટાવર અને થાંભલા લગાવવાનું કામ કરે છે. આ ટ્રાંસમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન સ્ટ્રક્ચરના મામલે દુનિયાના દિગ્ગજ મેન્યુફેક્ચર્સમાં સામેલ છે. સાથે જ કંપની પોલિમર પાઇપ્સ પણ બનાવે છે. તેની પ્રોડક્ટનો ઉપયોગ 48 દેશોમાં થાય છે. 

જો તમે આ શેરમાં કોઇએ 4 વર્ષ પહેલાં 100 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ વધીને 1750 રૂપિયા થઇ ગઇ હોત. જો કોઇએ આ શેરમાં 50,000 રૂપિયા રોક્યા હોત તો આ રકમ વધીને આજે 8.75 લાખ રૂપિયા થઇ ગઇ હોત. માત્ર 20,000 રૂપિયાનું રોકાણ આજે 3.5 લાખ રૂપિયા થઇ ગઇ હોત. તો બીજી તરફ 1 લાખ રૂપિયાનું રોકાણ વધીને 17.50 લાખ રૂપિયા થઇ ગઇ હોત. 

1 વર્ષમાં 271 ટકાનું રિટર્ન
બીએસઇ પર હાલની જાણકારી અનુસાર કંપનીના શેરે એક વર્ષમાં 271 ટકા રિટર્ન આપ્યું છે. ગત એક મહિનામાં શેરે 2.40 ટકાનું નુકસાન કરાવ્યું છે. તો બીજી તરફ એક અઠવાડિયામાં શેર લગભગ 8.50 ટકા વધ્યું છે. આ શેરનો 52 અઠવાડિયાના હાઇ 401 રૂપિયા અને 52 અઠવાડિયાનો લો 87. 39 રૂપિયા છે. 

કંપનીની નાણાકીય સ્થિતિ
આ કંપનીની માર્કેટ કેપ 3600 કરોડ રૂપિયા છે. કંપનીના પ્રમોટર્સ પાસે આ કંપનીના 66.26 ટકા શેર છે જ્યારે પબ્લિકમાં 33.74 ટકા શેર વિતરણ કરાયેલા છે. કંપનીએ નાણાકીય વર્ષ 24ની ડિસ્મેબર ત્રિમાસિકમાં 801 કરોડ રૂપિયાનું રેવન્યૂ પ્રાપ્ત થયું હતું અને તેનો ચોખ્ખો નફો 17.78 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીની સ્થાપના 1981 માં થઇ હતી અને તેની એમડી તથા સીઇઓ સાજન બંસલ છે. 

(Disclaimer: અહીં જણાવવામાં આવેલા સ્ટોક્સ ફક્ત જાણકારીના ઉદ્દેશ્યથી છે. જો તમે તેમાં પૈસા લગાવો માંગો છો તો પહેલાં સર્ટિફાઇડ ઇનવેસ્ટમેંટ એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમારા કોઇ ફાયદા કે નુકસાન માટે ZEE 24 KALAK જવાબદાર નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news