આ છે ધરતીનો સૌથી અમીર પરિવાર, 4000 કરોડનું ઘર, 8 પ્રાઈવેટ જેટ અને 700 લક્ઝરી કાર, પ્રોપર્ટીનું તો પૂછો જ નહીં

Richest Family : દુનિયાના સૌથી ધનિક પરિવારની વાત કરીએ તો તે એલોન મસ્કથી પણ દોઢ ગણો વધુ ધનીક છે. તેનો અંદાજો તમે એ રીતે લગાવી શકો કે આ પરિવારની પાસે 700 લક્ઝરી કાર છે અને 8 પ્રાઇવેટ જેટ તથા એક સુપર લક્ઝરી યોટ છે. 

આ છે ધરતીનો સૌથી અમીર પરિવાર, 4000 કરોડનું ઘર, 8 પ્રાઈવેટ જેટ અને 700 લક્ઝરી કાર, પ્રોપર્ટીનું તો પૂછો જ નહીં

Richest Family  : વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે એલોન મસ્ક, જેના વિશે તો બધા જાણે છે. પરંતુ શું તમે વિશ્વના સૌથી ધનવાન પરિવાર વિશે જાણો છો. આ પરિવારની લક્ઝરી લાઇફની ચર્ચા તો વિશ્વભરમાં થતી રહે છે. આલીશાન મહેલ જે હજારો કરોડ રૂપિયાનો છે અને કારોની સંખ્યા તો એટલી કે કોઈ મોટા શોરૂમમાં પણ ન હોય. પરિવારમાં જેટલા સભ્યો નથી તેનાથી વધુ તો કારો છે. તે પણ બધી લક્ઝરી મોડલવાળી.

વિશ્વનો સૌથી ધનવાન પરિવાર

બ્લૂમબર્ગનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે પરિવારની પાસે 8 પ્રાઇવેટ જેટ સિવાય આશરે 700 લક્ઝરી કારો અને એક યાટ છે, જેના પર ગોલ્ફ પણ રમી શકાય છે. અમે વાત કરી રહ્યાં છીએ અબુધાબીના રોયલ પરિવારની, જેને અલ નયાલ પરિવારથી પણ ઓળખવામાં આવે છે. આ વિશ્વનો સૌથી ધનવાન પરિવાર છે, જેની કુલ નેટવર્થ ફેબ્રુઆરી 2024 સુધી 25,33,113 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ રકમ એલોન મસ્કની કુલ સંપત્તિ 14,87,360  કરોડ રૂપિયાથી ખુબ વધુ છે. 

4 હજાર કરોડનું છે ઘર
સંયુક્ત અરબ અમીરાતના પ્રમુખ અને હેડ ઓફ સ્ટેટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન પરિવારનું વિશ્વભરમાં રોકાણ છે. તેમના ઘરની કિંમત 4 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ સિવાય 700 લક્ઝરી કારનો કાફલો તેમના પરિવાર પાસ છે. આ કાર કલેક્શનમાં કેટલાક રેર મોડલ પણ છે. આ સિવાય 8 પ્રાઇવેટ જેટ પણ છે. આ મહલનું નામ કસ્ત્ર અલ વતન, જે 3.80 લાખ વર્ગફુટમાં બનેલો છે. તેના દરવાજા 37 મીટર પહોળો ડોમ બનાવવામાં આવ્યો છે.

વિશ્વભરમાં છે સંપત્તિ
રોયલ પેલેસ સિવાય આ પરિવારની પાસે વિશ્વભરમાં ખરીદવામાં આવેલી અનેક પ્રોપર્ટી છે. પેરિસમાં ચેટ્યૂ ડી બેલો, યુકેમાં ઘણા પ્રોપર્ટી હોવાને કારણે શેખ ખલીફાના લેન્ડલોર્ડ ઓફ લંડન કહેવામાં આવે છે. આ પરિવારે વિશ્વભરમાં રોકાણ કર્યું છે. તેમાં એલોન મસ્કની કંપની SpaceX અને રિહાનાની લોજરી કંપની Savage X નું નામ પણ સામેલ છે. 

યોટ પર બનેલો છે ગોલ્ફ કોર્સ
રોયલ પરિવારની પાસે દુનિયાનો સૌથી મોટો યોટ પણ છે, જેના પર ગોલ્ફ પણ રમી શકાય છે. બ્લૂ સુપરયોટની લંબાઈ આશરે 591 ફૂટ છે, જે જેફ બેઝોસની સુપરયોટ કોરૂથી પણ વધુ છે. તેની કિંમત આશરે 4991 કરોડ રૂપિયા છે. આ પરિવાર પાસે તેની કાર કલેક્શનમાં બુગાટી, ફેરારી, મેકલેરેન, મર્સિડીઝ-બેન્ઝ અને લેમ્બોર્ગિની સહિત ઘણી કાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news