PM Kisan યોજના લાભાર્થીઓને તગડો ઝટકો! સરકારે બંધ કરી આ મોટી સુવિધા

PM Kisan: કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. હવે કોઇ કિસાન પોર્ટલ પર જઇને આધાર નંબરથી પોતાનું સ્ટેટસ જોઇ શકશે નહી. હવે ખેડૂતોને સ્ટેટસ જોવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખવો ફરજિયાત થઇ ગયો છે.

PM Kisan યોજના લાભાર્થીઓને તગડો ઝટકો! સરકારે બંધ કરી આ મોટી સુવિધા

PM Kisan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના અંતગર્ત ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 11મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાંસફર કરી ચૂક્યા છે. હવે જલદી જ ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો 2000 રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે. આ દરમિયાન સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2022 માં મોટો ફેરફાર કર્યો જેની અસર 12 કરોડથી વધુ રજિસ્ટર્ડ ખેડૂતો પર પડશે. જોકે હવે ખેડૂતો પાસેથી મોટી સુવિધા છિનવી લેવામાં આવી છે. આવો જાણીએ સરકારે શું ફેરફાર કર્યા છે. 

પીએમ કિસાનમાં મોટો ફેરફાર
કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. હવે કોઇ કિસાન પોર્ટલ પર જઇને આધાર નંબરથી પોતાનું સ્ટેટસ જોઇ શકશે નહી. હવે ખેડૂતોને સ્ટેટસ જોવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખવો ફરજિયાત થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં એ નિયમ હતો કે ખેડૂતો પોતાનો આધાર અથવા મોબાઇલ નંબર કંઇપણ નાખીને સ્ટેટસ ચેક કરી શકતા હતા. ત્યારબાદ આ નિયમ આવ્યો કે ખેડૂતો મોબાઇલ નંબર વડે નહી, પરંતુ આધાર નંબરથી સ્ટેટસ જોઇ શકે છે. હવે નવા નિયમ અંતગર્ત ખેડૂત આધાર નંબર વડે નહી, પરંતુ મોબાઇલ નંબર પડે સ્ટેટસ જો શકશે. 

જાણો તેની પ્રોસેસ
તેના માટે તમારે સૌથી પહેલાં pmkisan.gov.in પર જાવ
- અહી ડાબી તરફ બનેલા નાનકડા બોક્સમાં Beneficiary Status પર ક્લિક કરો. 
- હવે તમારી સામે એક પેજ ઓપન થશે. 
- હવે તમને તમારો રજિસ્ટ્રેશન નંબર ખબર નથી તો Know Your Registration Number ની લિંક પર ક્લિક કરો. 
- હવે તેમાં તમારા પીએમ કિસાના ખાતા વડે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખો. 
- ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને Get Mobile OTP પર ક્લિક કરો. 
- તમારા નંબર પર આવેલા ઓટીપીને આપવામાં આવેલા બોક્સમાં નાખો અને Get Details અને ક્લિક કરો. 
- હવે તમારો રજિસ્ટ્રેશન નંબર અને નામ તમારી સામે હશે. 

શું છે પીમ કિસાન યોજના?
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi Yojna) સ્કીમ અંતગર્ત લાભાર્થી કિસાન પરિવારને દર વર્ષે 6,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતમાં મોકલે છે, જે 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. તેના અંતગર્ત ખેડૂતોના ખાતમાં 11 હપ્તા મોકલવામાં આવ્યા છે. જો તમારા ખાતામાં હજુ સુધી પૈસા ટ્રાંસફર થયા નથી તો સૌથી પહેલાં પોતાનું સ્ટેટસ અને બેંક એકાઉન્ટ ચેક કરો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news