શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ

Stock To Buy- સ્ટીલસ-પોન્ઝ આયરન બિઝનેસમાં લાગેલી કંપનીમાં માર્ચ 2024 સુધીના આંકડા અનુસાર પ્રમોટરની ભાગીદારી 60.80 ટકા હતી. 

શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ

Stock Market Tips:  શેર બજાર (Stock Market) માં ક્યારેક ક્યારેક રોકાણકારોના હાથમાં એવો મલ્ટીબેગર સ્ટોક  (Multibagger Stock) આવી જાય છે, જે તેમના માટે રૂપિયા છાપવાનું મશીન સાબિત થાય છે. એવા સ્ટોક્સ જોતજોતાં રોકાણકારોને લાખોપતિ-કરોડપતિ બનાવી દે છે. જ્ય બાલાજી ઇંડસ્ટ્રીઝ લિમિટેડના શેર (Jai Balaji Industries Share) પણ લીલાલેર કરાવનાર શેરોની યાદીમાં સામેલ છે. 

લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ બંને સમયગાળામાં આ શેરે રોકાણકારોને ખૂબ નફો અપાવ્યો છે. એક વર્ષમાં જ જય બાલાજી ઇંડ્સ્ટ્રીઝ શેરની કિંમતમાં 1947 ટકાનો ઉછાળો આવ્યો છે. રોકાણકારો માટે પારસનો પત્થર  સાબિત થયા છે. પાંચ વર્ષ પહેલાં આ શેરમાં લગાવેલા 50 હજાર રૂપિયા અત્યારે વધીને 18 લાખ થઇ ગયા છે. પાંચ વર્ષમાં આ શેર રોકાણકારોને 3600 ટકા નફો આપી ચૂક્યા છે.

જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, સ્ટીલ-સ્પોન્જ આયર્ન બિઝનેસમાં સંકળાયેલી કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 60.80 ટકા, FIIનો 2.9 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 34.23 ટકા હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝનો શેર NSE પર રૂ. 1,085 પર બંધ થયો હતો.

એક વર્ષમાં 1947 ટકા નફો
જય લાબાજી ઇંડ્સ્ટ્રીઝના શેરની કિંમત એક વર્ષ પહેલાં 53 રૂપિયા હતી, જે હવે વધીને 1,085 રૂપિયા થઇ ચૂકી છે. એટલે કે એક વર્ષમાં શેરે રોકાણકારોને 1947 ટકાનો નફો આપ્યો છે. જો કોઇ રોકાણકારને એક વર્ષ પહેલાં આ મલ્ટીબેગર શેરમાં એક લાખ રૂપિયા લગાવ્ય હતા અને જો તેણે અત્યાર સુધી પોતાનું રોકાણ જાળવી રાખ્યું છે, તો હવે તેના રોકાણનું મૂલ્ય વધીને 2,047,169 રૂપિયા થઈ ગયું છે.

એક મહિનામાં જય બાલાજી ઇંડ્સ્ટ્રીઝના શેરની કિંમતમાં 16 ટકાનો ઉછાળો આવ્યો છે. છ મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને 87 ટકાનો નફો આપ્યો છે. આ પ્રકારે વર્ષ 2024 માં અત્યાર સુધી સ્ટોક 42 ટકા મજબૂત થયો છે. જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝના શેરનો 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ. 1,314 છે અને 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 52.35 છે.

શાનરદાર રહ્યા ત્રિમાસિક પરિણામો
જય બાલાજી ઇંડસ્ટ્રીઝના ચોથા ત્રિમાસિકના પરિણામ પણ શાનદાર રહ્યા છે. કંપનીને 31 માર્ચ 2024 ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં 879.57 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો છે. કંપનીના નફામાં એક વર્ષ પહેલાંના નાણાકીય વર્ષના મુકાબલામાં લગભગ 1,421 ટકાનો ઉછાળો આવ્યો છે. એક વર્ષ પહેલાં જાન્યુઆરી માર્ચ ત્રિમાસિકમાં આ સ્મોલ કેપ કંપની 13.08 કરોડ રૂપિયાના નુકસાનમાં હતી. હવે તેને 272.98 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીનું ચોખ્ખું દેવું રૂ. 3,407.9 કરોડ હતું, જે હવે ઝડપથી ઘટીને રૂ. 566.5 કરોડ થયું છે. કંપની આગામી 15 મહિનામાં દેવામાંથી સંપૂર્ણપણે મુક્ત થવાની યોજના ધરાવે છે.

(અહીં આપવામાં આવેલી જાણકારી શેરના પ્રદર્શનના આધારે છે. જોકે સ્ટોક માર્કેટમાં રોકાણ બજાર જોખમને આધિન છે એટલા માટે રોકાણ કરતાં પહેલાં કોઇ સર્ટિફાઇટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે સલાહ જરૂર લો. તમને થનાર કોઇપણ નુકસાન માટે ZEE 24 KALAKA જવાબદાર રહેશે નહી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news