એચડીએફસી બેંકએ મહા લૉન ઉત્સવ અને દિવાળી ધમાકા ડિસ્પ્લે 2023ની કરી જાહેરાત

diwali offer: મહા લૉન ઉત્સવ અને દિવાળી ધમાકા ડિસ્પ્લે 2023ની રચના ઑટો લૉનના વેચાણને પ્રોત્સાહન આપવા, ગ્રાહકોને ધિરાણના કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો પૂરાં પાડવા અને દિવાળીની ભાવનાની ઉજવણી કરવા માટે કરવામાં આવી છે.

એચડીએફસી બેંકએ મહા લૉન ઉત્સવ અને દિવાળી ધમાકા ડિસ્પ્લે 2023ની કરી જાહેરાત

Home Loan: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકએ મહા લૉન ઉત્સવ અને દિવાળી ધમાકા ડિસ્પ્લે 2023ના લૉન્ચની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય લૉનની વિશેષ ડીલ્સ અને લાભ પૂરાં પાડી સંભવિત ગ્રાહકોને આકર્ષીને તહેવારોની સીઝન દરમિયાન ઑટો લૉનને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલને કારણે એચડીએફસી બેંકના વર્તમાન અને નવા એમ બંને ગ્રાહકોને ખૂબ લાભ થશે.

મહા લૉન ઉત્સવ અને દિવાળી ધમાકા ડિસ્પ્લે 2023ની રચના ઑટો લૉનના વેચાણને પ્રોત્સાહન આપવા, ગ્રાહકોને ધિરાણના કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો પૂરાં પાડવા અને દિવાળીની ભાવનાની ઉજવણી કરવા માટે કરવામાં આવી છે. ઉત્સર્જનમાં ઘટાડો અને ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ જેવા કેટલાક પર્યાવરણ સંબંધિત લાભને કારણે ઇલેક્ટ્રિક ફૉર-વ્હિલર્સને પ્રોત્સાહન આપવા પર સવિશેષ ધ્યાન આપવામાં આવશે. 

આ પહેલમાં બેંક જે અન્ય કેટલીક બાબતો પર ધ્યાન આપી રહી છે, તેમાં લૉન અંગેની માહિતી પૂરી પાડવી, અરજી કરવામાં સહાયરૂપ થવું તથા ગ્રાહકોના બેઝને વિસ્તારવા અને બ્રાન્ડને આગળ લઈ જવા માટે નાણાકીય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું વગેરેનો સમાવેશ થાય છે.

આ અભિયાન ગુજરાતમાં આવેલી બેંકની તમામ શાખાઓ સુધી પહોંચશે તેવી અપેક્ષા છે, જેમાં લગભગ 300 જેટલી શાખાઓ ખાતે કારને ડિસ્પ્લે કરવામાં આવશે. આ અભિયાન 2,00,000થી વધારે લોકો સુધી પહોંચે તેવી પણ અપેક્ષા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news