Gratuity શું છે? તેની ગણતરી કઈ રીતે થાય છે? જાણો કયા કર્મચારીઓ ઉઠાવી શકે છે તેનો લાભ?

Gratuityનો હિસાબ વર્ષમાં કરવામાં આવેલા કામના હિસાબથી નક્કી થાય છે. એટલે કે કેટલા મહિના તમે કામ કરો છો. તેનાથી Gratuity નક્કી થાય છે. જો કોઈ કર્મચારી વર્ષમાં 6 મહિના કામ કરે છે, તો તેને આખા વર્ષથી Gratuity માટે યોગ્ય માનવામાં આવે છે.

Gratuity શું છે? તેની ગણતરી કઈ રીતે થાય છે? જાણો કયા કર્મચારીઓ ઉઠાવી શકે છે તેનો લાભ?

નવી દિલ્લી: નોકરી કરનારા લોકોને Gratuityની મોટી આશા રહે છે. ખાસ કરીને પગારદાર કર્મચારીઓને. આ તે પૈસા હોય છે જે કંપની છોડવા પર મળે છે. આ રકમમાં કંપની અને કર્મચારી બંનેની ભાગીદારી હોય છે. પરંતુ જોતાં-જોતાં ક્યારે પૈસા ભેગા થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. આથી હંમેશા તેની આશામાં પગારદાર વ્યક્તિ રહે છે. એવામાં દરેક નોકરી કરનાર વ્યક્તિએ એ જાણવું જોઈએ કે Gratuity ક્યારે, કોને અને કેટલાં વર્ષ પછી મળે છે.

શું છે Gratuity:
Gratuityના કેટલાંક નિયમ છે. જેનું પાલન કરી રહેલા કર્મચારી અને કંપની પેમેન્ટમાં એકબીજાની મદદ કરે છે. સાધારણ નિયમ છે કે જે કંપનીમાં 10થી વધારે કર્મચારી કામ કરી રહ્યા છે, તેણે પોતાના 5 વર્ષથી વધારે દિવસ સુધી કામ કરનારા સ્ટાફને Gratuity આપવાની હોય છે. એવી જ રીતે બીજા અનેક નિયમ પણ છે જે અંતર્ગત તે માહિતી મળે છે કે Gratuity કોણ મેળવી શકે છે અને ક્યારે તેને કાઢી શકે છે.

Gratuityનો શું છે નિયમ:
એક નિયમ એક પ્રકારના કાયમી કર્મચારીઓ માટે હોય છે અને Gratuity એક્ટ પ્રમાણે કર્મચારીઓને આપવામાં આવનારી રકમ 20 લાખ રૂપિયાથી વધારે હોઈ શકે નહીં. અહીંયા ધ્યાન રાખવાની વાત એ છે કે કોઈ કંપનીમાં કોઈ ટ્રેઈની કે ઈન્ટર્નશીપ કરી રહ્યો છે તો તેને Gratuity માટે હકદાર માનવામાં આવતો નથી. Gratuityની ગણતરી નોકરીના વર્ષના હિસાબથી નક્કી થાય છે. જેમાં ગેરહાજરી અને લિમિટથી વધારે રજાનો સમાવેશ થતો નથી. જો તમે વચ્ચે કેટલાંક દિવસ નોકરીથી અલગ રહો છો, તો તેનાથી Gratuity પણ ઘટી જાય છે. Gratuity માટે કર્મચારીની સેલરીમાંથી જ કેટલોક ભાગ કપાય છે. જ્યારે કંપની તરફથી મોટી રકમ જોડવામાં આવે છે. પછી બંને રકમ ભેગી કરીને કર્મચારી માટે મોટી મૂડી થઈ જાય છે.

કેવી રીતે Gratuityનો થાય છે હિસાબ:
Gratuityનો હિસાબ વર્ષમાં કરવામાં આવેલા કામના દિવસથી હિસાબથી નક્કી થાય છે. એટલે કેટલા મહિના તમે કામ કરો છો. તેનાથી Gratuity નક્કી થાય છે. જો કોઈ કર્મચારી વર્ષમાં 6 મહિના કામ કરે છે, તો તેને આખા વર્ષથી Gratuity માટે યોગ્ય માનવામાં આવે છે. સાધારણ ફોર્મ્યૂલા એ છે કે એક મહિનાના કામને 26 દિવસ તરીકે માનવામાં આવે છે. આથી 15 દિવસના પગારને તેના આધારે ગણવામાં આવે છે.

ઉદાહરણ માટે માની લો કે કોઈ કર્મચારીએ કોઈ કંપનીમાં 20 વર્ષ કામ કર્યું. કંપની છોડતાં સમયે તેમની સેલરી 75,000 રૂપિયા રહી હશે. જેમાં બેસિક અને મોંઘવારી ભથ્થું બંને છે. Gratuityની ગણતરી 26 દિવસના હિસાબથી ગણવામાં આવે છે. કેમ કે મહિનામાં 4 રજાઓ હોય છે. વર્ષમાં 15 દિવસના હિસાબથી તેની ગણતરી થાય છે. આ પ્રકારે Gratuityની ગણતરી થાય છે. 75,000 * 15/26 * 20 = 8,65,385 રૂપિયા. આ તે રકમ છે જે કર્મચારીને કંપની છોડતાં સમયે મળે છે.

શું છે Gratuity એક્ટ:
Gratuityનો નિયમ લાગુ કરવા માટે દેશમાં Gratuity એક્ટ 1972 બનાવવામાં આવ્યો હતો. તેને Gratuity પેમેન્ટ એક્ટ કહેવાય છે. આ કાયદા અંતર્ગત ખાણ, ફેક્ટરી, તેલ ક્ષેત્ર, વન વિભાગ, પ્રાઈવેટ કંપની અને બંદર પર કામ કરનારા કર્મચારીઓને સામેલ કરવામાં આવે છે. આ કાયદો તે કંપનીઓ પર લાગુ થાય છે જ્યાં 10થી વધારે લોકો કામ કરે છે. Gratuityને PFથી અલગ માનવું જોઈએ. કેમ કે બંનેનો નિયમ અલગ છે. આ બંનેમાં મોટો ફરક પૈસા જમા કરનારાની ભાગીદારી પર નિર્ભર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news