LICની વધશે મુશ્કેલીઓ ! મુકેશ અંબાણી ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મચાવશે ખળભળાટ, જાણો શું છે મોટું પ્લાનિંગ

Jio Financial Services: ટેલિકોમ બાદ હવે Jio ઈન્સ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યુ છે. Jioના આ આયોજનથી LIC સહિત તમામ વીમા કંપનીઓની મુશ્કેલી વધી જશે. રિલાયન્સ પાસે વિશાળ ડેટાબેઝ છે, જે તેમને આ ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવામાં મદદ કરશે. હેલ્થ સેક્ટરમાં રિલાયન્સની એન્ટ્રીથી વીમા કંપનીઓની ચિંતા વધી છે.

LICની વધશે મુશ્કેલીઓ ! મુકેશ અંબાણી ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મચાવશે ખળભળાટ, જાણો શું છે મોટું પ્લાનિંગ

Jio Financial Services: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસને ઝડપી ગતિએ વિસ્તારી રહી છે. હવે રિલાયન્સ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મોટો ધમાકો કરવા જઈ રહી છે. Jio Financial Services વીમા ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. Jio લાઈફ અને નોન લાઈફ ઈન્સ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશવા જઈ રહ્યું છે. Jio એ લાઇસન્સ માટે IRDAI નો સંપર્ક કર્યો છે. રિલાયન્સના આ પગલાથી વીમા ક્ષેત્રની કંપનીઓમાં ખળભળાટ મચી જશે.

હેલ્થ સેક્ટરમાં Jioની એન્ટ્રી
મુકેશ અંબાણી વીમા ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. જીવન અને સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રમાં Jioની એન્ટ્રી થવા જઈ રહી છે. મુકેશ અંબાણી Jio ફાયનાન્સિયલ સર્વિસીસની મદદથી હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશવા માટે તૈયાર છે. ET નાઉના અહેવાલ મુજબ, કંપનીએ આ માટે ભરતી પણ શરૂ કરી દીધી છે. લાયસન્સ માટે IRDAIનો સંપર્ક કરવામાં આવ્યો છે.

LICને પડકારવામાં આવશે
ET Now એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કંપનીએ Jio Financial Services દ્વારા લાઈફ અને નોન-લાઈફ વીમા વ્યવસાયમાં પ્રવેશ માટે સંપૂર્ણ આયોજન કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સની એજીએમમાં ​​પડદો હટશે. Jioનું ફોકસ ટિયર II અને Tier III શહેરો પર રહેશે. એવું માનવામાં આવે છે કે Jio કેન્દ્ર સરકારના વીમા સંશોધન કાયદા સાથે આ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે. રિલાયન્સના આ પગલાંથી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને આકરો પડકાર મળશે. 

Jio કોઈપણ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે આકર્ષક ઓફરો આપે છે. જ્યારે Jio એ ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો, ત્યારે આપણે બધાએ જોયું કે તે ફ્રી ડેટા અને કોલિંગ ઑફર્સ સાથે સેક્ટરમાં કેવી રીતે પ્રભુત્વ ધરાવે છે. વીમા ક્ષેત્રમાં રિલાયન્સની એન્ટ્રી Lic જેવી મોટી વીમા કંપનીઓને તેમની વ્યૂહરચના બદલવા માટે દબાણ કરી શકે છે. Jioની આ તૈયારીને કારણે LIC સહિત તમામ વીમા કંપનીઓનું ટેન્શન વધશે તેવું માનવામાં આવે છે.

રિલાયન્સ પાસે મોટું નેટવર્ક
રિલાયન્સ મોટી કંપની છે. તેમાં યુઝર ડેટા બેઝનું મોટું નેટવર્ક છે. આ ડેટા બેઝ વીમા ક્ષેત્રમાં વર્ચસ્વ વધારવા માટે તેની મુખ્ય તાકાત બની શકે છે. જિયોને તેની વીમા પોલિસી વેચવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. Jio Financial Services માટે આ યુઝર્સને તેના પ્લેટફોર્મ સાથે જોડવાનું સરળ બનશે.

આ પણ વાંચો
પોલીસમાં નોકરી મેળવવા માંગતી યુવતીઓ માટે પરીક્ષાથી લઈ ભરતી સુધીની A to Z જાણકારી
માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો

રાશિફળ 24 માર્ચ 2023: જાણો કોણે રહેવું પડશે અત્યંત સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news