આ ત્રણ સ્ટોક કરાવી શકે છે મોટી કમાણી, એક્સપર્ટ આપી રહ્યાં છે ખરીદીની સલાહ

હાલના સમયમાં સારા સ્ટોકની ઓળખ કરી શેરબજારમાં પૈસાની કમાણી કરી શકાય છે. બ્રોકરેજ હાઉસે આવા ત્રણ શેરની ઓળખ કરી છે જે ભવિષ્યમાં સારો નફો કરાવી શકે છે. 

આ ત્રણ સ્ટોક કરાવી શકે છે મોટી કમાણી, એક્સપર્ટ આપી રહ્યાં છે ખરીદીની સલાહ

નવી દિલ્હીઃ દુનિયાભરના સ્ટોક માર્કેટમાં રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર જોવા મળી રહી છે. ભારતીય શેર બજાર પર પણ તેની અસર પડી છે. તેવામાં સારા સ્ટોકની ઓળખ કરી તેમાં પૈસા લગાવી નફો મેળવી શકાય છે. બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝે આવા ત્રણ સ્ટોકની ઓળખ કરી છે જે આવનારા સમયમાં મોટો લાભ કરાવી શકે છે. આવો આ સ્ટોક વિશે જાણીએ. 

બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝ અનુસાર આવનારા સમયમાં હીરો મોટોકોર્પ, Coromandel International અને પાવર ગ્રિડનો કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સ્ટોક શાનદાર રિટર્ન આપી શકે છે. આવો જાણીએ બ્રોકરેજ ફર્મે શા માટે આ ત્રણ સ્ટોક પર દાવ લગાવ્યો છે.? 

હીરો મોટોકોર્પ
આ કંપનીનો શેર આવનારા સમયમાં 2750 રૂપિયાથી 2850 રૂપિયા સુધી પહોંચી શકે છે. બ્રોકરેજ હાઉસે આ શેર પર 2395 રૂપિયા સ્ટોપલોસ આપ્યો છે. તો 2560 રૂપિયાથી 2510 રૂપિયા સુધી શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસ અનુસાર દરરોજ અને સાપ્તાહિક ઇન્ડિકેટર પોઝિટિવ રિસ્પોન્સ દેખાડી રહ્યાં છે. 

Coromandel International
સાપ્તાહિક ચાર્જમાં કંપનીની સ્ટોક પેટર્ન મજબૂત જોવા મળી રહી છે. કંપનીનો શેર 965 રૂપિયાથી 1 હજાર સુધી જઈ શકે છે. બ્રોકરેજ હાઉસે 900-882 રૂપિયાના લેવલ પર ખરીદવાની સલાહ આપી છે. તો 855 રૂપિયા સ્ટોપલોસ રાખવાનું કહ્યું છે. 

પાવર ગ્રિડ
બ્રોકરેજ પ્રમાણે આ શેરનો ટ્રેન્ડ પણ પોઝિટિવ લાગી રહ્યો છે. દરરોજ, સાપ્તાહિક અને માસિક RSI મજબૂતી તરફ ઇશારો કરી રહી છે. કંપનીના શેરનો ભાવ 255-265 રૂપિયા સુધી જઈ શકે છે. બ્રોકરેજ હાઉસે 221 રૂપિયા સ્ટોપલોસ રાખવાની સલાહ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news