અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ

Anil Ambani Networth: અનિલ અંબાણીની ફેબ્રુઆરી 2023 સુધી કુલ સંપત્તિ લગભગ 250 કરોડ રૂપિયા છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પાસે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇંફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાઅર, રિલાયન્સ ડિફેન્સ અને એન્જીનિયરિંગ લિમિટેડનો બિઝનેસ છે. 

અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ

Anshul Ambani Lifestyle: અનિલ અંબાણી (Anil Ambani) નો સિક્કો હવે ચાલી ગયો છે. પુત્રોએ બિઝનેસ સંભાળ્યા બાદ તેમની અટકી પડેલી ગાડી પાટા પર પરત ફરવા લાગી છે. મોટા પુત્ર જય અનમોલ અંબાણી (anmol ambani) એ પોતાના બિઝનેસની નેટવર્થ 2000 કરોડ રૂપિયાથી વધુ પહોંચાડી દીધી છે. જાપાની કંપની નિપોન સાથે કરાર બાદ તેમની લોટરી લાગી ગઇ છે. એક સમય પત્નીના ઘરેણાં વેચીને પોતાનો બિઝનેસ બચાવવાનો પ્રયાસ કરી રહેલા (Anil Ambani) એ 1023 કરોડની બેંક લોન ચૂકવી દીધી છે. તેમની વહૂ કૃશા પણ પરિવારને પુરો સપોર્ટ કરી રહી છે. કૃશા શાહ (Khrisha Shah) એ પોતાના દમ પર કરોડોનો બિઝનેસ ઉભો કરી દીધો છે. નાનો પુત્ર જય અંશુલ અંબાણી (anshul ambani) પણ બિઝનેસમાં પુરો સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ તેના શોખ એકદમ અલગ છે. 

ફેમિલી બિઝનેસમાં કરે છે સપોર્ટ
અનિલ અંબાણીના નાના પુત્ર જય અંશુલ અંબાણી (anshul ambani) લાઈમલાઈટ અને પાપારાઝીથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે પોતાની દુનિયામાં મગ્ન રહે છે. વિશ્વની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરનાર અંશુલને તેના પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ છે. તેણે અમેરિકન સ્કૂલમાંથી બેચલર પ્રોગ્રામ કર્યો છે. ત્યારબાદ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી સ્નાતકની ડિગ્રી લીધી. અંશુલ અંબાણી રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ (Reliance Mutul Fund) અને રિલાયન્સ કેપિટલનો હવાલો સંભાળીને પરિવારના વ્યવસાયને ટેકો આપી રહ્યા છે. જય અંશુલ અંબાણી તેની માતા ટીના અંબાણી અને પિતા અનિલ અંબાણી સાથે સી વિન્ડ સ્થિત ઘરમાં રહે છે.

કાર અને એરક્રાફ્ટનો કાફલો
ટીઓઆઇમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, અનિલ અંબાણી શરૂઆતથી જ લાઇફસ્ટાઇલ પર આલિશન ખર્ચ કરવા માટે જાણીતા છે. તેમનો પુત્ર જય અંશુલ અંબાણી પણ પિતાના પગલે ચાલી રહ્યો છે. અંશુલ પાસે લક્ઝરી કારનું વિશાળ કલેક્શન છે. તેમની પાસે મર્સિડીઝ GLK350, (Mercedes GLK350), લેમ્બોર્ગિની ગેલાર્ડો (Lamborghini Gallardo), રોલ્સ રોયસ ફેન્ટમ (Rolls-Royce Phantom), રેંજ રોવર વોગ (Range Rover Vogue) અને લેક્સસ એસયૂવી (Lexus SUV) જેવી કાર છે. એટલું જ નહીં, અંશુલ પાસે બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ (Bombardier Global Express XRS), બેલ 412 હેલિકોપ્ટર (Bell 412 Helicopter), ફાલ્કન 2000 (Falcon 2000) અને ફાલ્કન 7X (Falcon 7X) જેવા એરક્રાફ્ટની પણ મોટી રેન્જ છે.

અનમોલની 2000 કરોડની કંપની
અનમોલ અંબાણીએ 18 વર્ષમાં જ રિલાયન્સ મ્યૂચ્યુઅલ ફંડથી કેરિયરની શરૂઆત કરી દીધી હતી. પછી તે રિલાયન્સ નિપોન એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્દ મેમ્બર બની ગયા. ત્યારબાદ અનમોલે ગ્રુપની કમાન સંભાળી અને જાપાની કંપની નિપોનને રિલાયન્સમાં ભાગીદારી વધારવા માટે તૈયાર કરી લીધા. તેમના આ નિર્ણયે રાત-દિવસ વસ્તુઓને બદલી દેધી. હવે અનમોલના બિઝનેસની નેટવર્થ વધીને 2000 કરોડ રૂપિયા થઇ ગઇ છે.  

સૌથી લાડલા છે અંશુલ અંબાણી
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર (Reliance Power) એ થોડા દિવસો પહેલાં જ બેંકોનું 1023 કરોડનું દેવું ચૂકતે કર્યું છે. ત્યારબાદ રિલાયન્સ પાવરના શેરમાં તેજી જોવા મળી છે. મોટા પુત્ર અનમોલ અંબાણીના બિઝનેસની નેટવર્થ 2000 કરોડથી વધુ થઇ ગઇ છે. નાના પુત્ર અંશુલ પણ તેને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. અંશુલ, અંબાણી પરિવારની ત્રીજી પેઢીમાં સૌથી નાના હોવાના કારણે બધાના લાડલા છે. થોડા દિવસો પહેલાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ જામનગરમાં અંશુલે ખૂબ મસ્તી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news