Ambani ના હાથ લાગતાં જ રોકાણકારોની ખુલી ગઇ કિસ્મત, 5 દિવસમાં 63.97 ટકા વળતર

Alok Industries Share Price: મુકેશ અંબાણી (Mukesh Ambani) એ હાલમાં જ એક કંપનીમાં હિસ્સો ખરીદ્યો હતો, જેના પછી રોકાણકારોને ચાંદી જ ચાંદી થઇ ગઇ છે. આ શેરે માત્ર 5 દિવસમાં રોકાણકારોને 63.97 ટકા વળતર આપ્યું છે.
 

Ambani ના હાથ લાગતાં જ રોકાણકારોની ખુલી ગઇ કિસ્મત, 5 દિવસમાં 63.97 ટકા વળતર

Alok Industries Share Price: મુકેશ અંબાણી (Mukesh Ambani) એ હાલમાં જ એક કંપનીમાં હિસ્સો ખરીદ્યો હતો, ત્યારબાદ રોકાણકારોને ચાંદી જ ચાંદી થઇ ગઇ છે. જો કે ઘણા શેરોએ શેર માર્કેટમાં રોકાણકારોને જંગી વળતર આપ્યું છે, પરંતુ આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર 5 દિવસમાં રોકાણકારોને 63.97 ટકા વળતર આપ્યું છે. આ શેરનું નામ આલોક ઈન્ડસ્ટ્રીઝ લિ. (Alok Industries Ltd) છે. 

અંબાણીના રોકાણ બાદ આ કંપનીના રોકાણકારોની કિસ્મત બદલાઈ ગઈ છે. આજે પણ એટલે કે સોમવારે આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ટ્રેડિંગ દરમિયાન 9.91 ટકાનો વધારો થયો છે. આજે પણ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી છે. આજની અપર સર્કિટ બાદ કંપનીનો શેર 35.50 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

3300 કરોડનું કર્યું રોકાણ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં જ આ કંપનીમાં 3300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, ત્યારબાદ કંપનીના શેર્સ રોકેટ બની ગયા છે. રિલાયન્સે નોન-કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર દ્વારા આ કંપનીમાં રોકાણ કર્યું છે. રિલાયન્સ આલોક ઇન્ડસ્ટ્રીઝની લગભગ 40.01 ટકા ઇક્વિટી શેર મૂડી ધરાવે છે. કંપનીને કોર્પોરેટ નાદારી રીઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ 2019 માં રિલાયન્સ અને JM ફાયનાન્સિયલ ARC દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.

કોની પાસે છે કેટલી ભાગીદારી? 
રિલાયન્સ દ્વારા આ અધિગ્રહણ બાદ કંપનીનો હેતુ ટેક્સટાઈલ બિઝનેસને મજબૂત કરવાનો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટર પછી, રિલાયન્સ લગભગ 40.01 ટકા હિસ્સો ધરાવે છે અને જેએમ ફાઇનાન્શિયલ 34.99 ટકા હિસ્સો ધરાવે છે.

5 દિવસમાં 64 ટકા વધ્યો સ્ટોક
છેલ્લા 5 દિવસમાં આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરે રોકાણકારોને 63.97 ટકા વળતર આપ્યું છે. 2 જાન્યુઆરીએ આ કંપનીનો સ્ટોક 21.65 રૂપિયાના સ્તરે હતો. તો બીજી તરફ 8 જાન્યુઆરીએ, કંપનીના શેર રૂ. 13.85ના વધારા સાથે રૂ. 35.50ના સ્તરે છે. જો કોઈ વ્યક્તિએ 7 દિવસ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના પૈસા લગભગ 1,64,000 રૂપિયા થઈ ગયા હોત, એટલે કે તમને માત્ર 8 દિવસમાં 64,000 રૂપિયાનો નફો થયો હોત.

6 મહિનામાં 119 ટકા વધ્યો શેર
6 મહિના પહેલાના ચાર્ટ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન સ્ટોક 119.14 ટકા એટલે કે રૂ. 19.30 વધ્યો છે. આ સિવાય એક મહિનામાં કંપનીના શેરમાં 52.36 ટકાનો વધારો થયો છે.

(અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news