સોશિયલ મીડિયાનો પાવર! ફક્ત વાળ ધોઈને કરોડપતિ બની ગઈ આ યુવતી, ખરીદ્યુ આલીશાન ઘર

Viral News: સોશિયલ મીડિયાએ અનેક લોકોના જીવન બદલી નાખ્યા છે. સોશિયલ મીડિયા આજના દોરમાં મનોરંજન અને લોકપ્રિયતા જ નહીં પરંતુ પૈસા કમાવવાનું સાધન પણ બની ગયું છે. યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટિકટોક દ્વારા અનેક લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર્સ અનોખા વીડિયોઝથી લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ પણ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયાનો પાવર! ફક્ત વાળ ધોઈને કરોડપતિ બની ગઈ આ યુવતી, ખરીદ્યુ આલીશાન ઘર

સોશિયલ મીડિયાએ અનેક લોકોના જીવન બદલી નાખ્યા છે. સોશિયલ મીડિયા આજના દોરમાં મનોરંજન અને લોકપ્રિયતા જ નહીં પરંતુ પૈસા કમાવવાનું સાધન પણ બની ગયું છે. યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટિકટોક દ્વારા અનેક લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર્સ અનોખા વીડિયોઝથી લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ પણ થઈ રહ્યા છે. આ જ રીતે સ્કોટલેન્ડની એક મહિલાએ નોકરી છોડી દીધી અને કન્ટેન્ટ ક્રિએટર બની ગઈ. મહિલા સોશિયલ મીડિયા પર કમાણી દ્વારા એક શાનદાર લાઈફ જીવી રહી છે. 

સ્કોટિશ મહિલા જિયા ઓ'શોઘનેસી (Zia O'Shaughnessy) ફક્ત વાળ ધોવાના વીડિયો બનાવીને પૈસા કમાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર આ મહિલાના અનેક ફોલોઅર્સ છે. જિયાએ 2021માં વાળ ધોવાની ટેક્નિક અંગે વાત કરતા ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જોત જોતામાં તો વાઈરલ થઈ ગયો હતો. તે વીડિયોને લગભગ 3.5 કરોડ લોકોએ જોયો હતો. આ સાથે જ જિયાએ પોતાની નોકરી છોડી દીધી અને કન્ટેન્ટ ક્રિએટર તરીકે ફૂલ ટાઈમ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. 

ધ સનના એક રિપોર્ટ મુજબ જિયા પર એક સમયે 8 લાખ રૂપિયાનું દેવું હતું. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વીડિયો બાદ જિયાની કમાણી એટલી થઈ ગઈ કે તેણે માત્ર દેવું જ ચૂકવ્યું એટલે નહીં પરંતુ 29 વર્ષની ઉંમરે પોતાનું ઘર પણ લીધુ. તે ઘરની કિંમત લગભગ 1.8 કરોડ રૂપિયા હતી.

ટિકટોક પર જિયાના વીડિયોની લોકપ્રિયતા બાદ તેની સંપત્તિમાં પણ જબરદસ્ત વધારો થયો. તે પ્રતિ વીડિયો સરેરાશ 4 લાખ રૂપિયા કમાણી કરે છે. આ વીડિયો બનાવતા તેને લગભગ એક કલાક જેટલો સમય લાગે છે. બે બાળકોની માતા જિયા ઘરે રહીને જ સારી એવી કમાણી કરીને લોકો માટે પ્રેરણા બની રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news