શું ધાબે-છાપરે મૂકી દો આ ટ્યૂલિપ ટર્બાઈન, આપોઆપ બનવા લાગશે વીજળી! બિલ ઘટી જશે

દુનિયાના તમામ ભાગોમાં વિન્ડ ટર્બાઈનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

વિન્ડ પાવરથી વીજળી બનાવવાનું થોડું મોંઘુ પણ પડે છે.

હવે માર્કેટમાં એક એવી પ્રોડક્ટ છે જે વિન્ડ ટર્બાઈનનું જ એક્સપાન્ડેડ વર્ઝન છે.

તેનું નામ ટ્યૂલિપ ટર્બાઈન છે જે અસલમાં ટ્યૂલિપ જેવું દેખાય છે.

આ વિન્ડ પાવર્ડ ટર્બાઈન છે જે તમે તમારા ઘરના ધાબા પર લગાવી શકો છો.

તેનાથી ઓછામાં ઓછું ઘરના એક ફ્લોરની વીજળીનું બિલ ઓછું કરી શકાય છે.

જ્યારે વિન્ડનો ફ્લો ઓછો રહે તો તે વખતે પણ આ ટ્યૂલિપ ટર્બાઈન કામ કરતું રહે છે.

તેનાથી દર વર્ષે લગભગ 50,000 રૂપિયાથી લઈને 1,00,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા વચ્ચે તેની ખરીદી કરી શકાય છે.