ભારતમાં આ 8 નોકરીઓ આપે છે સૌથી વધુ સેલેરી પેકેજ, લાખોમાં હોય છે પગાર

પરિણામ

દેશમાં વિવિધ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

બેસ્ટ નોકરી

આવો જાણીએ ભારતમાં 8 નોકરી વિશે જેમાં સૌથી વધુ પગાર મળે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ

એઆઈ ટેક્નોલોજી પર નિર્ભરતા ખુબ વધી ગઈ છે. આ ક્ષેત્રમાં કરિયર બનાવનાર લોકોની એવરેજ સેલેરી વાર્ષિક 12-20 લાખ સુધી હોય છે.

ઈન્વેસ્ટમેન્ટ બેન્કર

ઈન્વેસ્ટમેન્ટ બેન્કર ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પર કામ કરે છે. એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કરનો એવરેજ પગાર 15-25 લાખ રૂપિયા પ્રતિ વર્ષ હોય છે.

ડેટા સાયન્ટિસ

ડેટા સાયન્ટિસ કોઈ કંપનીમાં ડેટા બેસ્ડ જાણકારીઓ પર કામ કરે છે. તેનો એવરેજ પગાર 12-20 લાખ રૂપિયા દર વર્ષે હોય છે.

પ્રોડક્ટ મેનેજર

પ્રોડક્ટ મેનેજર કોઈ પ્રોડક્ટના ડેવલોપમેન્ટ પર કામ કરે છે. તેનો એવરેજ પગાર 10-18 લાખ રૂપિયા પ્રતિ વર્ષ હોય છે.

સોફ્ટવેર એન્જિનિયર

સોફ્ટવેર એન્જિનિયરનું કામ સોફ્ટવેર એપ્લિકેશન અને ટૂલ્સને ડિઝાઇન, ડેવલોપ અને ટેસ્ટ કરવાનું હોય છે. તેનો એવરેજ પગાર 10-18 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે.

સીએ

સીએનું કામ ઓડિટ, જીએસટી, ટેક્સેશન અને ઘણા નાણાકીય પાસાઓ પર હોય છે. તેનો એવરેજ પગાર 10-16 લાખ વર્ષે હોય છે.

બ્લોકચેન ડેવલપર

બ્લોકચેન ડેવલપર કરન્સી ટ્રાન્ઝેક્શન, ડેટા સિક્યોરિટી અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પર કામ કરે છે. તેનો એવરેજ પગાર 10-15 લાખ રૂપિયા પ્રતિ વર્ષ હોય છે.

નાણાકીય એનાલિસ્ટ

નાણાકીય એનાલિસ્ટનું કામ કંપનીઓને નાણાકીય બાબત પર સલાહ આપવાનું હોય છે. તેની એવરેજ સેલેરી 9-14 લાખ રૂપિયા પ્રતિ વર્ષ હોય છે.