Lice Home Remedies: જૂ અને લીખથી તુરંત છુટકારો મેળવવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય

Lice Home Remedies: વાળના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે છે તેમ છતાં ઘણીવાર માથામાં જૂ અને લીખ પડી જાય છે. જૂ માથામાંથી લોહી ચુંસે રાખે અને ઈંડા મુકી પોતાની સંખ્યા ઝડપથી વધારે છે. તેથી જરૂરી છે કે શરુઆતમાં જ કેટલાક ઘરેલુ ઉપાય કરીને જૂ અને લીખને દુર કરી દેવી જોઈએ. આજે તમને આવા જ 5 ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરવાથી જૂ અને લીખ ઝડપથી દુર થઈ જાય છે. 

ટી ટ્રી ઓઈલ

1/6
image

જૂ અને લીખને દુર કરવી હોય તો ટી ટ્રી ઓઈલ અને વરિયાળીનું તેલ બેસ્ટ છે. તેનાથી સ્કેલ્પ પર માલિશ કરવી અને પછી તેને 7 થી 8 કલાક સુધી માથામાં રહેવા દો. આ કામ રાત્રે કરવું વધારે અસરકારક રહેશે. રાત્રે તેલ વાળમાં લગાડી સવારે વાળને શેમ્પૂ કરી લેવા. અઠવાડિયામાં 2 વખત આમ કરવાથી જૂ અને લીખથી છુટકારો મળી જાશે.

ઓલિવ ઓઈલ

2/6
image

ઓલિવ ઓઈલ પણ જીદ્દી જૂ અને લીખને દુર કરે છે. તેના માટે વરિયાળીના તેલમાં ઓઈવ ઓઈલ મિક્સ કરી વાળમાં સારી રીતે લગાવો. 3 કલાક પછી મસાજ કરી વાળમાં કાંસકો ફરવવો. તેનાથી જૂ નીકળવા લાગે છે. 

ડુંગળીનો રસ

3/6
image

જૂ અને લીખને દુર કરવા માટે ડુંગળીનો રસ ફાયદાકારક છે. ડુંગળીનો રસ કાઢી તેને વાળના મૂળમાં સારી રીતે લગાવો. ત્યારબાદ બીજા દિવસે સવારે શેમ્પૂ કરી લો. આ ઉપાય કરવાથી જૂ અને લીખ સાથે ડેંડ્રફ પણ દુર થઈ જાશે.

વિનેગર

4/6
image

વાળમાં ડિસ્ટિલ્ડ વિનેગર લગાડવાથી જૂ અને લીખની સમસ્યાથી મુક્તિ મળી જાય છે. વિનેગરને વાળમાં લગાડી 4 કલાક સુધી રાખો ત્યારબાદ શેમ્પૂ કરો. 

લસણની પેસ્ટ

5/6
image

જૂ અને લીખની સમસ્યાને દુર કરવા માટે લસણની પેસ્ટ લગાડવી જોઈએ. લસણની પેસ્ટમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી દેવો. થોડીવાર તેને વાળમાં રહેવા દો અને પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો. 

6/6
image