બજાર કે મોલ કરતાં પણ અહીં મળે છે સૌથી સસ્તી વસ્તુઓ, અમદાવાદમાં પણ સ્ટોલ, ચાલે છે સ્માર્ટ કાર્ડ સિસ્ટમ

Army Canteen: તમે જો બજાર કે મોલ કરતાં પણ સસ્તો સામાન ખરીદવા માગતા હો તો સૌથી સસ્તો સામાન અહીં મળી રહે છે. ભારતમાં 1948માં કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (CSD) ની સ્થાપના કરવામાં આવી હતી, જે સામાન્ય લોકો માટે આર્મી કેન્ટીન તરીકે ઓળખાય છે. સૈનિકોને અહીંથી ખરીદીનો લાભ લેવા માટે સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે.

બજાર કે મોલ કરતાં પણ અહીં મળે છે સૌથી સસ્તી વસ્તુઓ, અમદાવાદમાં પણ સ્ટોલ, ચાલે છે સ્માર્ટ કાર્ડ સિસ્ટમ

Military Canteen Discount:  તમે ઘણી વાર આર્મી કેન્ટીન વિશે સાંભળ્યું હશે, અહીં સામાન બહુ સસ્તો મળે છે. ઘણા લોકો આર્મી કેન્ટીનમાંથી ઘરવપરાશની વસ્તુઓ, કપડાં, શૂઝ, ઘડિયાળ ખરીદવા ઈચ્છે છે. જો કે, આ કેન્ટીન માત્ર સેનાના જવાનો અને વિવિધ રેન્કના અધિકારીઓ માટે જ ઉપલબ્ધ છે. શું તમે જાણો છો કે આર્મી કેન્ટીનમાં સામાન બજાર કિંમત કરતા સસ્તો કેમ છે? તેની પાછળ એક જ મોટું કારણ છે, જેના કારણે અહીં ઉપલબ્ધ પ્રોડક્ટ્સ સેનાના જવાનોને ખૂબ જ સસ્તા ભાવે મળી રહે.

ભારતીય સેનાના સૈનિકો માટે સ્થપાયેલ કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (CSD) માં, તમામ સેવા આપતા અને નિવૃત્ત સૈનિકોને સારા ડિસ્કાઉન્ટ પર સામાન મળે છે. લગભગ 13.5 મિલિયન એટલે કે 1 કરોડ 30 લાખથી વધુ સૈનિકો અને તેમના પરિવારો CSDનો લાભ લઈ રહ્યા છે.

આર્મી કેન્ટીન શરૂ કરવાનું કારણ શું છે?
કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (CSD)ની સ્થાપના 1948માં કરવામાં આવી હતી. રોજિંદી જરૂરી વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે. આમાં કરિયાણા, કપડાં, પગરખાં અને ઈલેક્ટ્રોનિક સામાન સહિતની ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. CSD સ્ટોર્સ તમામ મુખ્ય લશ્કરી થાણાઓ પર હોય છે અને માત્ર લશ્કરના કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. દેશના વિવિધ સૈન્ય મથકો પર CSD ડેપોની સ્થાપના કરવામાં આવી છે. દેશમાં લગભગ 3700 યુનિટ સંચાલિત કેન્ટીન છે. અમદાવાદમાં એક સીડીએસની સ્થાપના થઈ છે. સેનાના જવાનોને સૌથી વધારે ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. 

કોઈ પણ વ્યક્તિ ખરીદી કરી શકે છે
આર્મી કેન્ટીનમાંથી ખરીદી કરવા માટે લશ્કરી જવાનોને સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. આનો ઉપયોગ કરીને સેનાના સૈનિકો અને અધિકારીઓ કેન્ટીનમાંથી સામાન ખરીદી શકે છે. સ્માર્ટ કાર્ડના પણ બે પ્રકાર છે. જેમાંથી એક ગ્રોસરી કાર્ડ અને બીજું લિકર કાર્ડ છે.

જ્યાં તમે ગ્રોસરી કાર્ડ દ્વારા ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ વગેરે ખરીદી શકો છો. જ્યારે, લિકર કાર્ડનો ઉપયોગ કરીને દારૂની ખરીદી કરી શકો છો. એ છે કે શું કોઈ સામાન્ય માણસ અહીંથી સામાન ખરીદી શકે છે, તો જવાબ છે ના, કારણ કે તે ફક્ત સેનાના જવાનો માટે જ ઉપલબ્ધ છે.

કેમ તમને ઓછી કિંમતનો મળે છે લાભ અને કઈ રીતે
ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આર્મી કેન્ટીનમાં આટલી સસ્તી વસ્તુઓ કેમ મળે છે? એક મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર CSD કેન્ટીનમાં ઉપલબ્ધ ઉત્પાદનો પર GSTમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. આ કારણથી અહીં સામાન સસ્તો મળે છે. જો કે, સેનાએ અહીંથી સામાન ખરીદવા માટે દરેક સૈનિક માટે મર્યાદા નક્કી કરી છે અને આનાથી વધુ કોઈ ખરીદી કરી શકશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news