Prajwal Revanna: પ્રજ્વલ રેવન્ના કેસ બન્યો દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, 2976 અશ્લીલ વીડિયો મળ્યા

Prajwal Revanna Case : પૂર્વ પ્રધાનમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાનું નામ સેક્સ સ્કેન્ડલમાં સામે આવ્યું છે, સ્કેન્ડલ ચર્ચામાં આવતા પ્રજ્વલ દેશ છોડીને ભાગ્યા હોવાની ચર્ચા છે, તેમના પર મહિલાઓના શોષણનો આરોપ છે 

Prajwal Revanna: પ્રજ્વલ રેવન્ના કેસ બન્યો દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, 2976 અશ્લીલ વીડિયો મળ્યા

Prajwal Revanna Scandal : લોકસભા ચૂંટણી સમયે જ કર્ણાટકની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૌત્રનું નામ વિવાદમાં આવતા ખળભળાટ મચ્યો છે. એચ. ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના સામે  મોટા આરોપ લાગ્યા છે. તેમના કામ કરતી મહિલા કૂક એએચ. ડી. રેવન્નાએ શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ કર્યો છે. સાથે જ સાંસદ પ્રજ્વલ રેવન્ના કૂકની દીકરી સાથે વીડિયો કોલમાં અશોભનીય વાતો કરતા હોવાનો દાવો કરાયો છે. આ ફરિયાદ બાદ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. 

મહત્વનું છે કે, પ્રજ્વલ રેવન્ના હાલ હાસનથી જેડીએસના સાંસદ છે. અને આ આ વખતે પણ ફરી ચૂંટણી લડી રહ્યા છે. જો કે, સ્કેન્ડલ ચર્ચામાં આવતા પ્રજ્વલ દેશ છોડીને ભાગ્યા હોવાની ચર્ચા છે. રેવન્ના પર મહિલાઓના શોષણ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતારવાનો આરોપ છે. હાલ આવી અનેક વીડિયો ક્લિપ બહાર આવી છે. જેને કારણે કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. કર્ણાટકની એસઆઇટી હાલ પ્રજ્વલ રેવન્નાની શોધખોળ કરી રહી છે, એવા અહેવાલો સામે આવ્યા છે કે તમામ સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યા બાદ રેવન્ના ચૂંટણીને અધુરી છોડીને જર્મની ભાગી ગયા છે, આશરે એક હજાર જેટલી વીડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં રેવન્નાનું નામ ઉછળ્યું છે.   

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને હસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના પર એક મહિલાએ જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. કથિત જાતીય સતામણી સાથે સંબંધિત તેના ઘણા વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, ભાજપના એક નેતાએ દાવો કર્યો છે કે તેમણે ડિસેમ્બર 2023માં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને કહ્યું હતું કે તેને સરકારી અધિકારીઓ સહિત મહિલાઓના જાતીય કૃત્યોના લગભગ 3,000 અશ્લીલ વીડિયો સાથેની પેન ડ્રાઈવ મળી છે. જેનો ઉપયોગ પ્રજ્વલ રેવન્ના દ્વારા મહિલાઓને આવી પ્રવૃતિઓમાં સામેલ રાખવા માટે કરવામાં આવતો હતો.

પ્રજ્વલ રેવન્નાના 1 હજારથી વધુ સેક્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. દરમિયાન કર્ણાટકના હોલેનારસીપુરા શહેરની 47 વર્ષીય મહિલાએ રવિવારે પૂર્વ મંત્રી એચડી રેવન્ના અને હસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર હોલેનરસીપુરાથી ચૂંટણી લડી રહેલા દેવરાજે ગૌડાએ 8 ડિસેમ્બર, 2023ના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રને પત્ર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, પ્રજ્વલ રેવન્ના સહિત એચડી દેવગૌડા પરિવારના ઘણા નેતાઓ પર ગંભીર આરોપો છે, આ સાથે તેણે કહ્યું કે પેન ડ્રાઈવમાં કુલ 2,976 વીડિયો હતા અને તેમાં કેટલીક મહિલાઓને બતાવવામાં આવી હતી. ફૂટેજ સરકારી અધિકારીઓના હતા. આ વીડિયો દ્વારા મહિલાઓને બ્લેકમેલ કરીને સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ કરવામાં આવતી હતી.

આ સમગ્ર મામલે હાલ કર્ણાટકના હોલેનાસીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં પૂર્વ મંત્રી એચ ડી રેવન્ના અને તેમના પુત્ર તેમજ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આરોપી બનાવવામાં આવ્યા છે. ફરિયાદીએ તેમના જીવને જોખમ હોવાનું પણ કહ્યું છે. કર્ણાટકમાં ચૂંટણી સમયે જ સ્કેન્ડલ બહાર આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

મહત્વનું છે કે, રેવન્ના JDSનો સાંસદ છે. જે કર્ણાટકમાં ભાજપની સહયોગી પાર્ટી છે. બીજી તરફ ખૂદ આરોપી પ્રજ્વલ રેવન્નાએ પણ ફરિયાદ દાખલ કરાવી છે અને દાવો કર્યો છે કે વાયરલ થઇ રહેલા વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. જોકે આ ફરિયાદ દાખલ કરાવીને તેઓ જર્મની જતા રહ્યા હતા. જ્યારે ભાજપના રાજ્યના પ્રવક્તા એસ. પ્રકાશે કહ્યું હતું કે એક પાર્ટી તરીકે અમારે આ વીડિયો સાથે કઇ લેવાદેવા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news