હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કંગનાએ નોંધાવી ઉમેદવારી, વિક્રમાદિત્ય સિંહ સામે ટક્કર

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે મંગળવારે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે. કંગનાની ટક્કર કોંગ્રેસના નેતા વિક્રમાદિત્ય સિંહ સામે છે. 

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કંગનાએ નોંધાવી ઉમેદવારી, વિક્રમાદિત્ય સિંહ સામે ટક્કર

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને ભાજપની ઉમેદવાર કંગના રનૌતે મંડી લોકસભા બેઠક પરથી ઉમદવારી નોંધાવી.... નોમિનેશન પહેલાં કંગનાએ પડ્ડલ મેદાનથી ડીસી ઓફિસ સુધી મેગા રોડ શો કર્યો...  આ રોડ શોમાં લોકો અને કાર્યકરોની મોટી મેદની જોવા મળી.... કંગનાએ ઉમેદવારી ફોર્મ ભર્યા પછી લોકોને વાયદો આપ્યો કે જો હું સાંસદ બનીશ તો મંડી સુધી રેલવે પહોંચાડીશ... કંગનાએ બીજા કયા વાયદા કર્યા?... મંડી લોકસભા બેઠકનો શું છે ઈતિહાસ?... જોઈશું આ અહેવાલમાં.

આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે.. કેમ કે ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલીવુડની અભિનેત્રીને ટિકિટ આપી છે. મંડી બેઠક પર 1 જૂનના રોજ મતદાન થવાનું છે... ત્યારે ભાજપની ઉમદવાર કંગના રનૌતે પડ્ડલ મેદાનથી ડીસી ઓફિસ સુધી મેગા રોડ શો કર્યો.... આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો અને પાર્ટીના કાર્યકરો જોવા મળ્યા.... હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ નાચતા-ગાતા ડીસી ઓફિસના દરવાજા સુધી પહોંચ્યા.... કંગનાના રોડ શોથી કોંગ્રેસની નોમિનેશન રેલીનો જવાબ આપવાનો ભાજપે પ્રયાસ કર્યો.

કંગના રનૌતે માથા પર હિમાચલી ટોપી પહેરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ... આ સમયે તેની સાથે પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. રાજીવ બિંદલ અને તેની માતા પહોંચ્યા. ઉમેદવારી ફોર્મ ભર્યા પછી કંગના રનૌતે કહ્યું કે જ કામ તેણે ફિલ્મી દુનિયામાં મેળવ્યું છે, તેવું જ નામ તે રાજનીતિમાં મેળવવા માગે છે.

મંડી બેઠકની ઉેમેદવાર કંગના રનૌતે સેરી મંચ પર જનસભાને સંબોધન કર્યુ... જેમાં તેણે દાવો કર્યો કે જો હું સાંસદ તરીકે ચૂંટાઈશ તો વિસ્તારના અટકેલા વિકાસકાર્યો પૂરા કરીશ હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરનો જંગ ભાજપ માટે પણ આસાન નથી... કેમ કે અહીંયા છેલ્લી 4 ટર્મમાં યોજાયેલી ચૂંટણી નજર કરીએ તો....

2004માં કોંગ્રેસના પ્રતિભા સિંહનો વિજય થયો....
2009માં કોંગ્રેસના વીરભદ્ર સિંહનો વિજય થયો....
2013માં કોંગ્રેસના પ્રતિભા સિંહનો બાય ઈલેક્શનમાં વિજય થયો....
2014માં ભાજપના રામ સ્વરૂપ શર્માનો વિજય થયો....
2019માં ભાજપના રામ સ્વરૂપ શર્માનો વિજય થયો....
2021માં કોંગ્રેસના પ્રતિભા સિંહનો વિજય થયો હતો....

કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર અને ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ મેદાનમાં છે... જ્યારે ભાજપમાંથી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત છે... 1 જૂને છેલ્લા તબક્કામાં અહીંયા મતદાન થશે... ત્યારે આખા દેશની નજર આ હાઈ પ્રોફાઈલ સીટના પરિણામ પર રહેશે... શું રાજકુમાર બોલીવુડ ક્વીનને હરાવશે કે પછી ક્વીન રાજકુમારને મ્હાત આપશે?... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news