ખુબ કામનું છે આ ઘાસ, ડાયાબિટીસ, કફ અને ગેસ જેવી બીમારીઓ પળવારમાં ઠીક કરી દેશે

અંગ્રેજી કે એલોપેથી દવાઓની સાઇડ ઇફેક્ટને જોતા લોકો હવે આયુર્વેદ તરફ પરત ફરી રહ્યાં છે. આયુર્વેદમાં એવી-એવી ઔષધિઓનો ઉલ્લેખ છે જે આપણી આસપાસ હોય છે અને ફ્રીમાં ઉપલબ્ધ હોય છે. તેની મદદથી મોટી-મોટી બીમારીઓ ઠીક કરી શકાય છે.
 

ખુબ કામનું છે આ ઘાસ, ડાયાબિટીસ, કફ અને ગેસ જેવી બીમારીઓ પળવારમાં ઠીક કરી દેશે

નવી દિલ્હીઃ લોકોની વચ્ચે આયુર્વેદને લઈને જાગરૂકતા આવી છે અને ઘણા લોકો એલોપેથીની જગ્યાએ આયુર્વેદિક દવાઓ અને જડીબુટ્ટીઓને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. આવું એક આયુર્વેદિક ઘાસ છે લેમનગ્રાસ. માથાના દુખાવામાં લેમનગ્રાસના 4-5 ટીંપાને બદામના તેલમાં મિક્સ કરી માથા પર લગાડવાથી દુખાવામાં રાહત મળે છે. આ સિવાય લેમનગ્રાસની ચા કે ઉકાળો બનાવી સેવન કરવાથી ઘણા લાભ મળે છે. 

લેમનગ્રાસ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તેમાં જોવા મળતા ઔષધીય ગુણોને કારણે લેમનગ્રાસના તેલને શરીરમાં લગાડવાથી વિવિધ રોગો દૂર કરવામાં મદદ મળે છે. 

સુગર કે ડાયાબિટીસની બીમારીમાં દરરોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લેમનગ્રાસના પાંદડાનો પાઉડર બનાવી સવારે સાંજે પીવાથી ખુબ લાભ મળે છે. ચામાં લેમનગ્રાસના તેલના બે ટીંપા નાખી સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલ થઈ જાય છે.

ડોક્ટરોએ જણાવ્યા અનુસાર લેમનગ્રાસનું તેલ અને રસ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. લેમનગ્રાસના પાંદડામાં એન્ટી ઇંફ્લામેટરી ગુણ હોય છે, જેનાથી તે આપણે ઘણી સીઝનલ બીમારીમાં બચાવે છે. 

શરદી-ઉધરસની સમસ્યા છે તો લેમનગ્રાસના રસની ચા અને ઉકાળો બનાવી પીવાથી શરદી-ઉધરસમાં આરામ મળે છે. જો કોઈને ખાંસીની ફરિયાદ છે તો તેણે સવારે-સાંજે લેમનગ્રાસનો ઉકાળો બનાવી પીવો જોઈએ.

પેટ સંબંધિત સમસ્યાઓમાં જો તમને ગેસ કે એસિડિટીની ફરિયાદ છે તો લેમનગ્રાસના તાજા અને સૂકા પાંદડાને પીસી પાઉડર બનાવી લો અને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી ગેસ અને એસિડિટીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. 

કોઈ દવાની એલર્જી, કોઈ બીમારીની સાઇડ ઇફેક્ટ અને ગરમી વગેરેને કારણે કે શરીરમાં કોઈ વિટામિનની કમીથી મોઢામાં ચાંદા પડી ગયા તો તે જગ્યાએ લેમનગ્રાસનું તેલ એકથી બે ટીંપા જીભ પર લગાવવાથી રાહત મળે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news