Sonu Sood Tweet: સોનૂ સૂદે ટ્રેનમાં કરી એવી ભૂલ કે રેલવેએ કરી ટકોર, અભિનેતાએ માંગી માફી

Sonu Sood Apologises To Northern Railway: સોનૂ સૂદે ટ્રેનના ગેટની પાસે બેસીને સફર કરતા વીડિયોને લઈને ઉત્તર રેલવેની માફી માંગી લીધી છે. 

Sonu Sood Tweet: સોનૂ સૂદે ટ્રેનમાં કરી એવી ભૂલ કે રેલવેએ કરી ટકોર, અભિનેતાએ માંગી માફી

નવી દિલ્હીઃ Sonu Sood Apologises To Northern Railway: બોલીવુડ એક્ટર સોનૂ સૂદ એક્ટિંગ જ નહીં પરંતુ લોકોની મદદ કરવા માટે પણ જાણીતો છે. તાજેતરમાં તેણે પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ટ્રેનના ગેટ પર બેસીને સફર કરતો જોવા મળ્યો હતો. હવે રેલવે પ્રશાસને સોનૂ સૂદના વીડિયો પર રિએક્શન આપતા નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ સોનૂ સૂદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી રેલવેની માફી માંગી છે.

રેલવેએ સોનૂ સૂદના વીડિયો પર નારાજગી વ્યક્ત કરી
ઉતર રેલવેએ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સોનૂ સૂદનો વીડિયો રી-ટ્વીટ કરતા લખ્યું- પ્રિય સોનૂ સૂદ, દેશ અને દુનિયાના લાખો લોકો માટે તમે એક આદર્શ છો. ટ્રેનના દરવાજા પર બેસી યાત્રા કરવી ખતરનાક છે. આ પ્રકારના વીડિયોથી તમારા પ્રશંસકોને ખોટો સંદેશ જઈ શકે છે. મહેરબાની કરી આમ ન કરો. સુગમ અને સુરક્ષિત યાત્રાનો આનંદ ઉઠાવો. 

देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है।

कृपया ऐसा न करें! सुगम एवं सुरक्षित यात्रा का आनंद उठाएं। https://t.co/lSMGdyJcMO

— Northern Railway (@RailwayNorthern) January 4, 2023

સોનૂ સૂદે રેલવે તંત્રની માંગી માફી
રેલવેના આ ટ્વીટ પર જવાબ આપતા સોનૂ સૂદે માફી માંગી છે. તેણે ટ્વીટ કર્યું- ક્ષમા. બસ આમ જ બેસી ગયો હતો જોવા, કેવો અનુભવ કરતા હશે તે લાખો ગરીબ જેની જિંદગી હજુ પણ ટ્રેનના દરવાજા પર પસાર થાય છે. ધન્યવાદ આ સંદેશ માટે અને દેશની રેલ વ્યવસ્થાને સારી બનાવવા માટે...

— sonu sood (@SonuSood) January 5, 2023

સોનૂ સૂદની ફિલ્મો
ઉલ્લેખનીય છે કે સોનૂ સૂદ (Sonu Sood) પાછલા વર્ષે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સાથે સ્ક્રીન શેર કરી હતી. પરંતુ 180 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મ પોતાનું બજેટ પણ કાઢી શકી નહીં. આ દિવસોમાં સોનૂ સૂદ પોતાની નવી ફિલ્મ ફતેહને લઈને ચર્ચામાં છે. ફિલ્મ જુલાઈ કે ઓગસ્ટમાં રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news