Sonu Sood એ ખરીદી 1.7 કરોડની કાર, સીટો કરે છે મસાજ, રિમોટ પાર્કિંગનું પણ ફીચર

Actor Sonu Sood: એક્ટર સોનૂ સૂદે એક નવી કાર ખરીદી છે. તેમણે BMW 7-સીરીઝ સેડાન ખરીદી છે. જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. સોનૂ સૂદની પાસે લક્સરી કારોનું મોટું કલેક્શન તો નથી, પરંતુ તેમની આ એકલી કાર કિંમત અને ફીચર્સના મામલે બધા કરતાં ચડિયાતી છે. 

Sonu Sood એ ખરીદી 1.7 કરોડની કાર, સીટો કરે છે મસાજ, રિમોટ પાર્કિંગનું પણ ફીચર

Sonu Sood Car Collection: લોકડાઉન દરમિયાન લોકોની મદદને લઇને ચર્ચામાં રહેલા એક્ટર સોનૂ સૂદ ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે એક નવી કાર ખરીદી છે. સોનૂ સૂદ પાસે લક્સરી કારોનું મોટું કલેક્શન નથી, પરંતુ આ એકલી કાર કીંમત અને ફીચર્સના મામલે બધા કરતાં ચડિયાતી છે. તેમને BMW 7-સીરીઝ સેડાન ખરીદી છે, જેની કિંમત લગભગ 1.7 કરોડ રૂપિયા છે. એક્ટરે તાજેતરમાં જ પોતાની ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે એક નવી બીએમડબ્લ્યૂ 7 સીરીઝ લક્સરી સેડાન સાથે પોઝ આપતાં જોવ મળી રહી છે. તેનું રજિસ્ટ્રેશન નંબર ચેક કરતાં એ ખબર પડે છે કે આ સોનૂ સૂદની નવી કાર છે. 

કારની કિંમત 
સોનૂ સૂદની આ કાર અલ્પાઇન વ્હાઇટ શેડમાં છે. આ કારની 740 Li M Sport વેરિએન્ટ છે. આ કારનું રજિસ્ટ્રેશન શક્તિ સાગર પ્રોડક્શનના નામે કરાવવામાં આવ્યું છે, જેના માલિક સોનૂ સૂદ જ છે. તેમાં આગળની તરફ મોટી કિડની ગ્રિલ અને આકર્ષક હેડલેમ્પસ મળે છે. BMW 7-સીરીઝ કંપનીની એક પોપુલર કાર છે. ભારતમાં તેની કિંમત 1.42 કરોડ રૂપિયા (એક્સ શોરૂમ) થી શરૂ થાય છે અને 1.76 કરોડ રૂપિયા સુધી જાય છે. ફોટામાં દેખાઇ રહેલા M સ્પોર્ટ વેરિએન્ટની કિંમત1.51 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) છે જે ઓન રોડ લગભગ 1.7 કરોડ રૂપિયાની મળશે. 

BMW 7-સીરીઝના ફીચર્સ 
ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં ફૂલી ડિજિટલ ઇંસ્ટ્રૂમેંટ કલસ્ટર, લેધર સીટ કવર, ઇલેક્ટ્રિક સનરૂફ, 4 ઝોન ક્લાઇમેંટ કંટ્રોલ મેમરી ફંક્શનની સાથે ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ સીટ, ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સ્ક્રીન, પેડલ શિફ્ટર્સ, રિયર સીટ એન્ટરટેનમેન્ટ સ્ક્રીન જેવા ફીચર્સ છે. તેમાં સીટો માટે મસાજર ફંક્શન અને રિમોટ કંટ્રોલ પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. 

એન્જીન અને પાવર
BMW 740 Li એમ સ્પોર્ટ વેરિએન્ટ 3.0 લીટર ટ્વિન ટર્બો ઇનલાઇન 6-સિલિન્ડર પેટ્રોલ એન્જીન સાથે આવે છે. આ એન્જીન 333 બીએચપી અને 450 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે .તેને સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન સાથે જોડવામાં આવી છે અને પાવર ચારેય ટાયરને મોકલે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news