Gold Silver Price: બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં શનિવારે તેજી જોવા મળી છે. જાણો આજે બજારમાં ગોલ્ડ-સિલ્વરનો શું ભાવ છે. 

Gold Silver Price: બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો

Sona-chandi Na bhav 11 May 2024: આજે શનિવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત 67,710 રૂપિયા છે. તો બીજી તરફ બજારમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા છે. જાણો અલગ-અલગ અશહેરોમાં શું છે સોના-ચાંદીના ભાવ. તમને જણાવી દઇએ કે આપણા દેશમાં સોના ચાંદીનું વિશેષ મહત્વ છે. ભલે તે લગ્ન હોય કે તહેવાર કે પછી કોઇ માંગલિક કાર્ય અહીં સોના ચાંદી જરૂર ખરીદવામાં આવે છે. એટલા માટે લોકો દરરોજ સોના ચાંદીના ઉતરતા ચઢતા ભાવ પર નજર રાખે છે. 

સોનાનો લેટેસ્ટ ભાવ
પટનાના બુલિયન માર્કેટમાં શનિવારે (11 મે)ના રોજ પણ 22 કેરેટ સોનાની કિંમત 67,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આજે 24 કેરેટ સોનાની કિંમત 75,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ગઈકાલ સુધી 24 કેરેટ સોનાનો ભાવ 74,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 66,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી હતી. આજે 18 કેરેટ સોનાની કિંમત 57,000 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ચાંદીનો લેટેસ્ટ ભાવ
ચાંદીની વાત કરીએ તો આજે તે 83,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જ્યારે ગઈકાલ સુધી ચાંદીનો ભાવ 81,000 રૂપિયા પ્રતિ કિલો હતો. જો તમે આજે સોનું વેચવા કે એક્સચેન્જ કરવા માંગો છો, તો તમને જણાવી દઈએ કે આજે પટના બુલિયન માર્કેટમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાનો એક્સચેન્જ રેટ 66,200 રૂપિયા છે અને 18 કેરેટ સોનાનો એક્સચેન્જ રેટ 55,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે આજે ચાંદીના વેચાણનો દર 80,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news