પગાર આવતાની સાથે જ પૂરો થઈ જાય છે? ફટાફટ 50-30-20 નો ફોર્મ્યૂલા અજમાવો, ઢગલો પૈસા ભેગા થશે

Financial Planning: 50-30-20 ના નિયમની શરૂઆત અમેરિકી સેનેટ અને ટાઈમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ એલિઝાબેથ વોરેને કરી હતી. આ અંગે તેમણે તેમની પુત્રી સાથે મળીને 2006માં પોતાના પુસ્તક All Your Worth: The Ultimate Lifetime Money Plan માં લખ્યું. જાણો વિગતવાર માહિતી....

પગાર આવતાની સાથે જ પૂરો થઈ જાય છે? ફટાફટ 50-30-20 નો ફોર્મ્યૂલા અજમાવો, ઢગલો પૈસા ભેગા થશે

નોકરી કરનારાઓ માટે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે જેવો પગાર હાથમાં આવે કે તેનો હિસાબ થઈ જતો હોય છે. પછી આવતી સેલરીની રાહ જોવી પડે. આવામાં પૈસા ન બચી શકવાના કારણે અનેક લોકો રોકાણ કરી શકતા નથી. ત્યારે જરૂર એ છે કે દર મહિને પગારનું એક સ્પેશિયલ બજેટ બનાવવામાં આવે અને તે પ્રમાણે ખર્ચો કરવામાં આવે. માસિક બજેટ બનાવવા માટે તમે 50-30-20 ના નિયમની મદદ લઈ શકો છો. જેનાથી તમારું ફાઈનાન્શિયલ પ્લાનિંગ સારું થશે. 

શું છે આ 50-30-20 નો નિયમ
50-30-20 ના નિયમની શરૂઆત અમેરિકી સેનેટ અને ટાઈમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ એલિઝાબેથ વોરેને કરી હતી. આ અંગે તેમણે તેમની પુત્રી સાથે મળીને 2006માં પોતાના પુસ્તક All Your Worth: The Ultimate Lifetime Money Plan માં લખ્યું. જે હેઠળ તેમણે તેમના પગારને ત્રણ ભાગમાં વહેંચ્યો. જરૂરિયાત, ચાહત અને બચત. એલિઝાબેથ વોરેન મુજબ આપણે આપણી કમાણીનો 50 ટકા હિસ્સો એવી વસ્તુઓ પર  ખર્ચ કરવો જોઈએ જે આપણા માટે જરૂરી છે અને જેના વગર આપણે રહી શકીએ નહીં. જેમાં ઘરનું રાશન, રેન્ટ, યુટિલિટી બિલ, બાળકોનો અભ્યાસ, ઈએમઆઈ અને હેલ્થ ઈન્શ્યુરન્સ વગેરે ચીજો સામેલ કરી શકાય. 

નિયમના બીજા ભાગને પણ સમજો
આ નિયમનો બીજો ભાગ છે 30 ટકાનો. જે આપણે આપણી ઈચ્છા મુજબ ખર્ચ કરવો જોઈએ. આવા ખર્ચા એ એવા ખર્ચા હોય છે જેને ટાળી પણ શકાય. પરંતુ આ પૈસા ખર્ચ કરવાથી લોકોને આનંદ મળતો હોય છે. જેમાં ફિલ્મ જોવી, પાર્લર જવું, શોપિંગ કરવું, બહાર ભોજન કરવું, પોતાના શોખ પૂરા કરવા વગેરે આવી શકે. 

ત્રીજો અને છેલ્લો ભાગ
આ રૂલનો ત્રીજો અને છેલ્લો ભાગ છે 20 ટકાનો જે બચત માટે છે. આ પૈસાનો ઉપયોગ રિટાયરમેન્ટ પ્લાનિંગ, બાળકોના ઉચ્ચ શિક્ષણ, બાળકોના લગ્ન, ઈમરજન્સી  ફંડ વગેરે માટે કરવો જોઈએ. 

ઉદાહરણથી સમજો
માની લો કે તમારો પગાર દર મહિને 50,000 રૂપિયા આવે છે. આવામાં 50-30-20 નિયમ મુજબ તમારે 50 ટકા એટલે કે 25 હજાર રૂપિયા ઘરની જરૂરિયાતો પર ખર્ચ કરવા જોઈએ. આવામાં તમે ઘરનું ભાડું, રાશન, વીજળી પાણીના બિલ, બાળકોની ફી, ગાડીનું પેટ્રોલ વગેરે જરૂરી ખર્ચા સામેલ કરી શકો. 

બીજો ભાગ આ રીતે લો
પગારનો બીજો ભાગ 30 ટકા એટલે કે 15000 રૂપિયા તમે તમારી ઈચ્છાઓ પ્રમાણે ખર્ચી શકો. જેમાં હરવું ફરવું, ફિલ્મ જોવી, કપડાનું શોપિંગ, મોબાઈલ કે ટીવી જેવા ગેઝેટ વગેરે ખરીદી સામેલ થઈ શકે. 

છેલ્લો ભાગ આ રીતે ઉપયોગ કરી શકો
આ બધુ કર્યા બાદ તમે તમારા પગારના 20 ટ કા એટલે કે 10 હજાર બચાવી શકો. આ પૈસા તમારે બચતમાં નાખવા જોઈએ. તમે તે પૈસાને તમારી સુવિધા મુજબ અલગ અલગ રોકાણ કરી શકો. એફડી કરી શકો. રિટાયરમેન્ટ માટે એનપીએસમાં રોકાણ કરી શકો. લાંબા ગાળા માટે પીપીએફમાં પૈસા નાખી શકો. કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી શકો. રોકાણનો સૌથી સારો વિકલ્પ એ છે કે તમે અનેક જગ્યાએ થોડું થોડું રોકાણ કરતા રહો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news