આ 5 લોકો આજે પણ ભોગવી રહ્યાં છે માતા સીતાનો આપેલો શ્રાપ

શ્રાપ

માતા સીતાએ ભવાન રામની સામે ખોટું બોલવાને કારણે 5 લોકોને શ્રાપ આપ્યો હતો

પરિણામ

આ શ્રાપ આજે પણ કેટલાક લોકો ભોગવી રહ્યાં છે, આ પાછળ શું કારણ છે તે જોઈએ

વનવાસ

વાલ્મીકી રામાયણના અનુસાર, વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતા પિતૃ પક્ષમાં શ્રાદ્ધ માટે ગયા હતા

શ્રાદ્ધ

ત્યારે મહાબ્રાહ્મણે રામ અને લક્ષ્મણને શ્રાદ્ધ કર્મ માટે સામગ્રી એકઠી કરવા માટે કહ્યું હતું. સીતાજી નદી કિનારે તેમની રાહ જોઈ રહ્યા હતા

પિતૃશ્રાદ્ધ

આ દરમિયાન ભૂખથી વ્યાકુળ પિતૃદેવ દશરથે સીતાને પિંડની માંગ કરી હતી. દશરથની વ્યાકુળતા જોઈને સીતાજીએ સસુરનું પિંડદાન કરવાનો નિર્ણય કર્યો હતો

સીતાની સમસ્યા

તેમણે રામજીના આવવામાં મોડું થતા ફલ્ગુ નદી, વટવૃક્ષ, કાગડો, તુલસી અને બ્રાહ્મણ તથા ગયને સાક્ષી માનીને સસરાનું પિતૃદાન કર્યું

સાક્ષી

રામજી જ્યારે પરત ફર્યા ત્યારે તેમને સીતા પર વિશ્વાસ ન થયો તો તેમણે 6 સાક્ષીઓને સત્ય જણાવવા કહ્યું

અસત્ય

આ તમામ સાક્ષીઓ જાણકારી ન હોવાથી ખોટું કહ્યું, પરંતુ વટવૃક્ષે સીતા માતાનો સાથ આપીને સત્ય જણાવ્યું

શ્રાપ

પાંચ સાક્ષીના ખોટું બોલવા પર સીતાએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો. ફલ્ગુ નદીને શ્રાપ આપ્યો કે તે માત્ર નામની નદી રહેશે, તેમાં પાણી નહિ રહે

ગાય

ગાયને શ્રાપ આપ્યો કે, તેને ખોરાક માટે હંમેશા ભટકવુ પડશે, એઠવાડ ખાવો પડશે

બ્રાહ્મણ

મહાબ્રાહ્મણને ક્યારેય સંતુષ્ટ ન થવાનો શ્રાપ આપ્યો, આ કારણે બ્રાહ્મણો હંમેશા દરિદ્ર ગણાય છે

તુલસી

સીતાએ તુલસીને શ્રાપ આપ્યો કે તે ક્યારેય ગયાની માટીમાં નહિ ઉગે. કહેવાય છે કે, આજે પણ ગયાની માટીમાં તુલસી ઉગતા જ સુકાઈ જાય છે

કાગડા

કાગડાને હંમેશા માટે લડી ઝગડીને, એઠવાડ ખાવાનો શ્રાપ આપ્યો