શ્રીકૃષ્ણની દ્વારકા નગરી સાથે જોડાયેલી 10 વાતો આજે પણ રહસ્ય, આ હતું ડૂબવાનું અસલી કારણ

દ્વારકા

દ્વારકા ગુજરાતના પશ્ચિમમાં સમુદ્ર કિનારા પર સ્થિત 7 પવિત્ર પુરિઓમાંથી એક છે.

કુશસ્થલી

પૌરાણિક કથાઓ અનુસાર મહારાજા રૈવતકે સમુદ્ર કિનારે કુશ પાથરી યજ્ઞ કર્યો હતો, જેના કારણે આ જગ્યાનું નામ પહેલા કુશસ્થલી હતું.

દ્વારકાનું નિર્માણ

હરિવંશ પુરાણ પ્રમાણે કુશસ્થળી ઉજડી ગયા બાદ શ્રીકૃષ્ણના આદેશ પર વિશ્વામિત્ર અને માયાસુરે અહીં દ્વારકાનું નિર્માણ કર્યું.

દ્વારકાના નામ

ઘણા દ્વારોનું શહેર હોવાને કારણે દ્વારકાને કુશસ્થળી, આનર્તક, ચક્રતીર્થ, અંતરદ્વીપ અને દ્વારિકા પણ કહેવામાં આવે છે.

દ્વારકા નગર

કહેવામાં આવે છે કે દ્વારકામાં સાત લાખ મહેત હતા. આ શહેરમાં સોનું અને રત્નો પણ ખુબ હતા. આ સિવાય અહીં સમુદ્રી વેપાર માટે પોર્ટ પણ હતું.

શ્રીકૃષ્ણ

પુરાણકારો પ્રમાણે શ્રીકૃષ્ણ પોતાના 18 સાથી અને કુળની સાથે દ્વારકા આવ્યા હતા. અહીં 36 વર્ષ સુધી રાજ કર્યું હતું.

ગાંધારી

કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ યદુવંશના નષ્ટ થવાનો શ્રાપ આપ્યો હતો, જેના કારણે દ્વારકા નષ્ટ થઈ ગઈ હતી.

ડૂબવાનું કારણ

એક માન્યતા તે પણ છે કે દ્વારકા અરબી સમુદ્રમાં 6 વખત ડૂબી ચૂકી છે. તો વર્તમાન દ્વારકા સાતમું નગર છે, જેને જૂની દ્વારિકા પાસે બીજીવાર સ્થાપિત કરવામાં આવ્યું છે.

આદિશંકરાચાર્ય

માનવામાં આવે છે કે વર્તમાન દ્વારિકાને આદિશંકરાચાર્યએ સ્થાપિત કર્યું છે. અહીં પહેલા ઘણા મંદિરો હતા, જેને મુગલોએ તોડી નાખ્યા હતા.

એસ્કવેશન

ધ હિન્દુના એક રિપોર્ટ પ્રમાણે દ્વારકા નગરીનું એસ્કવેશન ડેક્કન કોલેજ પુણે, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકારે વર્ષ 1963માં મળીને કર્યું હતું.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.