Chandal Yog 2023: અશુભ ગુરુ ચાંડાલ યોગ થશે સમાપ્ત, આ 3 રાશિના લોકોના જીવનમાં ખુશીઓની થશે એન્ટ્રી

Chandal Yog 2023: હાલ રાહુ અને ગુરૂના સંયોગથી ગુરુ ચાંડાલ યોગ સર્જાયો છે. આ ખૂબ જ અશુભ યોગ ગણાય છે. આ યોગ એપ્રિલ 2023 માં ગુરુના ગોચરના કારણે સર્જાયો હતો. હવે રાહુ 30 ઓક્ટોબર 2023 ના રોજ ગોચર કરી મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુના ગોચરથી આ અશુભ યોગ સમાપ્ત થશે અને 3 રાશિના લોકોનું ભાગ્ય ખુલી જશે.  

Chandal Yog 2023: અશુભ ગુરુ ચાંડાલ યોગ થશે સમાપ્ત, આ 3 રાશિના લોકોના જીવનમાં ખુશીઓની થશે એન્ટ્રી

Chandal Yog 2023: ક્રૂર ગ્રહ રાહુ દર અઢી વર્ષે રાશિ બદલે છે અને તે હંમેશા પાછળ ગતિ કરે છે. હાલ રાહુ અને ગુરૂના સંયોગથી ગુરુ ચાંડાલ યોગ સર્જાયો છે. આ ખૂબ જ અશુભ યોગ ગણાય છે. આ યોગ એપ્રિલ 2023 માં ગુરુના ગોચરના કારણે સર્જાયો હતો. હવે રાહુ 30 ઓક્ટોબર 2023 ના રોજ ગોચર કરી મીન રાશિમાં પ્રવેશ કરશે. હાલ રાહુ અને ગુરુ મેષ રાશિમાં છે જેના કારણે ગુરુ ચાંડાલ યોગ બને છે. પરંતુ રાહુના ગોચરથી આ અશુભ યોગ સમાપ્ત થશે અને 3 રાશિના લોકોનું ભાગ્ય ખુલી જશે.  

રાહુના મીન રાશિમાં ગોચરથી આ રાશિઓને થશે લાભ

આ પણ વાંચો:

મેષ રાશિ

મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બન્યો છે જે 30 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ આ રાશિના લોકોને ફાયદો થશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. રોકાણ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. જૂના રોકાણથી પણ સારું વળતર મળશે. વેપારીઓનું ભાગ્ય ચમકશે.  

સિંહ રાશિ

ગુરુ ચાંડાલ યોગ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ લોકોની કરિયરની સમસ્યાઓ દૂર થશે. પગાર વધશે. નવી નોકરી મળી શકે છે. પરિવારમાં શુભ કાર્યો થઈ શકે છે. ભાગીદારીથી લાભ થશે. ઘણા સમયથી ચાલી રહેલો રોગ દુર થશે. આર્થિક લાભ થશે. માન-સન્માન વધશે.

તુલા રાશિ

રાહુ અને ગુરુનો યુતિ સમાપ્ત થતાં આ રાશિના લોકો ભાગ્યશાળી બનશે. તમને દરેક જગ્યાએથી સારા સમાચાર સાંભળવા મળશે. તમારા જીવનમાં એક નવી શરૂઆત થશે. કોઈ મોટી સફળતા મળી શકે છે. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. બેંક બેલેન્સ વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news