139 દિવસ સુધી શનિ દેવ ચાલશે ઉલ્ટી ચાલ, આ રાશિઓ થઈ જશે માલામાલ

Shani Rashifal: થોડા દિવસમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવાના છે. શનિ ગ્રહનું ઉલ્ટી ચાલમાં ગોચર કરવું કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.

139 દિવસ સુધી શનિ દેવ ચાલશે ઉલ્ટી ચાલ, આ રાશિઓ થઈ જશે માલામાલ

Shani, Saturn Transit 2024: શનિ દેવ જલ્દી પોતાની ચાલ બદલવાના છે. જૂન મહિનામાં શનિ કુંભ રાશિમાં વક્રી થવાના છે. શનિ ગ્રહનું ઉલ્ટી ચાલમાં ગોચર કરવું કેટલાક જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. વૈદિક પંચાગ અનુસાર 15 નવેમ્બરના દિવસે શનિ માર્ગી (સીધી) ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે. આવો જાણીએ જૂનથી નવેમ્બર સુધી વક્રી શનિ ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. 

મેષ રાશિ
શનિની ઉલ્ટી ચાલ મેષ રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી છે. આ સમય વેપારીઓ માટે શુભ રહેવાનો છે. બિઝનેસમાં પ્રોફિટ થવાનો યોગ છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. ઘર-પરિવારમાં શાંતિનો માહોલ રહેશે. નાણાકીય સ્થિતિ પણ સારી રહેવાની છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થશે. બાળકો સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. તો આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. 

વૃશ્ચિક રાશિ
શનિની વક્રી ચાલથી વૃશ્ચિક રાશિના જાતકોને બમ્પર ફાયદો થઈ શકે છે. આવક વધવાનો યોગ પણ બની રહ્યો છે. તો ધનનું આગમન એવી જગ્યાએથી થશે, જેનું તમે વિચાર્યું પણ નહીં હોય. લવ લાઇફ પણ સારી રહેવાની છે. કરિયરની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. 

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news