Bengal: સોમવારે CM મમતાના મંત્રી લેશે શપથ, લિસ્ટમાં પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી અને પૂર્વ IPS કબીરનું પણ નામ

કાલે સોમવારે મમતા બેનર્જીના 43 મંત્રી શપથ લેશે. તેમાં પૂર્વ આઈપીએસ અધિકારી હુમાયૂં કબીર અને પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી પણ મંત્રી પદના શપથ લેવાના છે. 
 

Bengal: સોમવારે CM મમતાના મંત્રી લેશે શપથ, લિસ્ટમાં પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી અને પૂર્વ IPS કબીરનું પણ નામ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ભારે બહુમત સાથે સત્તામાં આવેલા મમતા બેનર્જી (CM Mamata Banerjee) એ 5 મેએ ત્રીજીવાર મુખ્યમંત્રી પદે શપથ લીધી હતી. હવે આવતીકાલે એટલે કે સોમવારે 10 મેએ સવારે 10.45 કલાકે મમતા બેનર્જીના મંત્રીઓ શપથ લેવાના છે. શપથ ગ્રહણ સમારોહમાં 24 કેબિનેટ મંત્રી, 10 સ્વતંત્ર પ્રભાર (રાજ્ય મંત્રી) અને 9 રાજ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેશે. 

કેબિનેટ મંત્રી
અમિત મિત્રા, પાર્થ ચેટર્જી, સુબ્રત મુખર્જી, સાધન પાન્ડે, જ્યોતિપ્રિય મલ્લિક, બ્રાત્ય બસુ, બંકિમ ચંદ્ર હાજરા, અરૂપ વિશ્વાસ, મલય ઘટક, ડો. માનસ ભુઇયાં, સોમેન મહાપાત્ર, ઉજ્જવલ વિશ્વાસ, ફિરહાદ હકીમ, રથીન ઘોષ, ડો. શશિ પાંજા, ચંદ્રનાથ સિંહ, શોભનદેવ ચટોપાધ્યાય, પુલક રાય, ગુલામ રબ્બાની, વિપ્લવ મિત્ર, જાવેદ ખાન, સપન દેબનાથ અને સિદ્દિકુલ્લા ચૌધરી કેબિનેટ મંત્રી બનશે. 

સ્વતંત્ર પ્રભાર (રાજ્ય મંત્રી)
બેચારામ મન્ના, સુબ્રત સાહા, હુમાયૂં કબીર, અખિલ ગિરિ, ચંદ્રિમા ભટ્ટાચાર્ય, રત્ના દે નાગ, સંધ્યારાની ટુડૂ, બુલુ ચિક બરાઈ, સુજીત બોસ અને ઇંદ્રનીલ સેન. 

રાજ્ય મંત્રી
દિલીપ મંડલ, અખરૂજ્જમાં, શિઉલી સાહા, શ્રીકાંત મહતો, જસમીન શબીના, વીરવાહા હાંસદા, જ્યોત્સના મંડી, મનોજ તિવારી અને પરેશ ચન્દ્ર અધિકારી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news