Assam માં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ખતમ, UCC લાગૂ કરવાની દિશામાં મોટું પગલું

Assam Muslim Marriages & Divorces Registration Act: અસમ સરકારે યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) તરફ પહેલું પગલું ભર્યું છે. આ મુહિમમાં હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ અને ડિવોર્સ એક્ટ 1935 ને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

Assam માં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ખતમ, UCC લાગૂ કરવાની દિશામાં મોટું પગલું

અસમ સરકારે યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) તરફ પહેલું પગલું ભર્યું છે. આ મુહિમમાં હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ અને ડિવોર્સ એક્ટ 1935 ને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અસમમાં હવે દરેક લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થશે. અસમ સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે તેમના આ નિર્ણયથી બાળ વિવાહને ખતમ કરવાની દિશામાં મદદ મળશે. સરકારનો આ નિર્ણય શુક્રવારે રાતે રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન  લેવાયો. 

ઉત્તરાખંડને પગલે પગલે આગળ વધે છે અસમ?
અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં હાલમાં જ સમાન નાગરિકતા કાનૂન લાગૂ કરવામાં આવ્યો છે અને તેના ત્રણ અઠવાડિયા બાદ આ નિર્ણય આવ્યો છે. મંત્રી જયંત મલ્લબારુઆએ તેને UCC ની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે. 

બાળ વિવાહ અટકશે
અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કરીને જણાવ્યું કે 23 ફેબ્રુઆરીએ અસમ કેબિનેટે સદીઓ જૂના અસમ મુસ્લિમ વિવાહ અને તલાક રજિસ્ટ્રેશન અધિનિયમને રદ કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. આ અધિનિયમમાં વર અને વધુ કાયદેસર ઉંમર 21 અને 18ના ન હોય તો પણ વિવાહ રજિસ્ટ્રેશનની મંજૂરી આપનારી કેટલીક જોગવાઈઓ સામેલ હતી. આ પગલું અસમમાં બાળ વિવાહ પર રોક લગાવવાની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું છે. 

— Himanta Biswa Sarma (@himantabiswa) February 23, 2024

મુસ્લિમ રજિસ્ટ્રારોની નોકરી ખતમ
આ એક્ટ રદ થતા જ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ હેઠળ કામ કરતા 94 મુસ્લિમ રજિસ્ટ્રારોને પણ હટાવવામાં આવ્યા છે. આ ત મામને હવે બે  લાખ રૂપિયા એક સાથે વળતર ચૂકવીને તેમની ફરજોમાંથી મુક્ત કરાશે. મંત્રી મલ્લબારુઆએ એમ પણ કહ્યું કે, આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ સમાન નાગરિક સંહિતા તરફ આગળ વધવાનો છે અને આ અધિનિયમ જે અંગ્રેજોના જમાનાથી ચાલતો આવે છે તે આજે અપ્રાસંગિક થઈ ગયો છે. આ એક્ટ હેઠળ અનેક નાની વયના લગ્નો થતા આવ્યા છે અને બાળ વિવાહને ખતમ કરવાની દિશામાં આ એક પગલું છે, જેમાં 21 વર્ષથી નાની ઉમરના યુવકો અને 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓના લગ્ન થતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news