સુરતમાં ઝડપાયેલ કટ્ટર મુસ્લિમ મૌલાનાને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન, ખુલ્યું પાકિસ્તાન કનેક્શન!

મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો. જ્યારે આરોપીનું આખું પરિવાર મોલવી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

સુરતમાં ઝડપાયેલ કટ્ટર મુસ્લિમ મૌલાનાને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન, ખુલ્યું પાકિસ્તાન કનેક્શન!

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સનાતન સંઘના અધ્યક્ષ સહિત દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા ધમકી આપનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ કરી છે.આરોપીએ પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ગયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચે ભરીમાતા ફૂલવાડી રોડ ખાતેથી આરોપીને  ઝડપી લીધો હતો. મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો. જ્યારે આરોપીનું આખું પરિવાર મોલવી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

મૌલવીને લઈ હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન
સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શાંતિ ડહોળનારા મૌલાનાઓને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરે. ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં, ભાજપના નેતાઓની હત્યા કરવા પાકિસ્તાન સોપારી આપતું હતું. મૌલવીની પાકિસ્તાનના વ્યક્તિ સાથે થયેલી વાતથી આ વાતનો ખુલાસો થયો છે. રાજ્યના યુવકોને દેશવિરોધી કૃત્ય કરવા મૌલવી પ્રેરિત કરતા હતા. 

હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મૌલાના યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરી દે. દેશની સુરક્ષાના મુદ્દામાં કોંગ્રેસ રાજકારણ કરે છે. મત બચાવવા કોંગ્રેસ મૌલાનાને બચાવે છે. મહત્વનું છે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી સોહેલ ટીમોલ નામના મૌલાનાની ધરપકડ કરી છે. આ મૌલાનાએ હિંદુવાદી નેતા અવધેશને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી મૌલાના બચાવમાં આવતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

સુરતના ગોડાદરામા આવેલ સાઇ સૃષ્ટી બિલ્ડીંગમાં રહેતા સનાતન સંઘ એન.જી.ઓ સાથે સંકળાયેલા ઉપદેશ રાણાને ગત તારીખ ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ રાત્રી 10.30 વાગ્યાના અરસામાં એક અજાણ્યા મોબાઇલ નંબર ફોન આવ્યો હતો. અજાણ્યા ઈસમે ફોન પર ઉપદેશ રાણા તું સુરત મેં કીસ જગહ છુપા હુઆ હૈ, અપના એડ્રેસ ખુદ હી બોલ દે. નહી તો હમ તો તેરે કો ઢુંઢ હી લેંગે, મહારાષ્ટ્ર સે તેરા પતા નિકલને કે લિએ હમારા પુરા ગ્રુપ સુરત આ ગયા હૈ તેરી ગર્દન ઉતાર કર લે જાયેંગે આ રીતેનાં જાનથી મારવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો.કઠોર ગામના મદ્રેસામાં હાફિઝ અને આલીમ સોહેલ કઠોર અને અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે.તેમજ લસકાણા ડાયમંડનગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે. ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ કરતા તેમજ તેના મોબાઈલ ફોનની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે સંપર્કમાં રહી દેશના હિન્દુવાદી નેતાઓને મારી નાખવાની યોજના બનાવતો હતો

આરોપી પાકિસ્તાન તેમજ અન્ય દેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પરથી ફોન કર્યા હતા.આ મૌલવી પાકિસ્તાનથી વેપન મંગાવતો હતો અને પાકિસ્તાન થી પણ વેપન જલ્દી આપવાની વાત કરાઈ હતી. હથિયાર જલ્દી મંગાવવા બાબતેની પણ  ચેટ મળી છે.આ ઈસમો લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગ થઈ શકે તેનો ઉપયોગ વાત કરવા માટે કરતા હતા. ઉપદેશનું નામ અનિસમોએ ઢકકન આપ્યું હતું. કોડવર્ડ નામના આધારે જ આ મૌલવી તેના સાગરીતો સાથે વાત કરતો હતો.હિન્દૂવાદી નેતાઓના નિવેદનને લઈને આ મૌલવી લોકોને ટાર્ગેટ કરતો હતો.હિન્દૂ નેતાને મારવા માટે 1 કરોડ રૂપિયા આપવાની વાત મૌલાવીએ પાકિસ્તાનના હેન્ડલરને કરી હતી. 

અગાઉ પણ ઉપદેશ રાણાને પાકિસ્તાન ઉપરાંત અલગ અલગ દેશોમાંથી જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.કિશન ભરવાડ હત્યા કેસ દરમિયાન પણ ટિપ્પણી મુદ્દે ઉપદેશ રાણાને ધમકી મળી હતી ઉપેદેશ રાણા જે NGO ચલાવે છે તેના સંઘના કમલેશ તિવારીની વિધર્મીઓના ધર્મ ગુરૂ પર ટિપ્પણી કરવા બદલ 2019માં લખનૌઉમાં હત્યા કરવામાં આવી હતી. ઉપદેશ રાણા સહિત હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંગ તેમજ સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ સાથેજ નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ષડયંત્ર હતું. મોલવી મૂળ મહારાષ્ટ્ર ના નંદુબાર જિલ્લાના નવાપુરનો વતની છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામમાં રહેતો હતો. કઠોર-અંબોલી ગામમાં મુસ્લીમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનુ ખાનગી ટ્યુશન ચલાવે છે.સાથે જ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. 

મૌલાના પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હતો. હિન્દુ ધર્મના નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની હત્યા કરવાનું ષડયંત્ર કરતો હતો. સનાતન સંઘના નામથી NGO ચલાવતા ઉપદેશ રાણાને  જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનાર મોલવીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે સમગ્ર મામલે ખુલાસો થયો છે. 

ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા સોહેલે ચાર મહિના પહેલા હિન્દુઓની શોભાયાત્રા અંગે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા તેની ગ્રામ્ય પોલીસે પુછપરછ કરી હતી. જોકે, તે સમયે તેની પ્રવૃત્તિ અંગે ગ્રામ્ય પોલીસને વધુ વિગતો મળી નહોતી. હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીત હાથ ધરી છે. આરોપી અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવું કાવતરું કરવાનો હતો કે તેમ જ અન્ય કોઈ દેશના લોકો સાથે સંપર્ક હતો કે શું તે દિશામાં તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news