લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડ

Loksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આખરે ચૂંટણીપંચે કેમ આપ્યો આવો આદેશ? શા માટે ફરીથી કરવું પડ્યું મતદાન? બીજી વાર કેટલું થયું મતદાન એ પણ જાણીએ  વિગતાવાર,,,

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડ

BOOTH REPOLLING: 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન યોજાયું હતું. જેમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ઉભા કરાયેલાં ઢગલાબંધ બૂથ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, એક જિલ્લામાં આવેલું એક મતદાન મથક એવી હતું જ્યારે ગઈકાલે ફરી એકવાર લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવાનો વારો આવ્યો. અહીં વાત થઈ રહી છે દાહો લોકસભાના પરથમપુર ગામની...

ઉલ્લએખનીય છેકે, દાહોદમાં બુથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચ આ બૂથ પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ગઈકાલે એટલેકે, 11 મી મેના રોજ ફરીથી મતદાન કરવામાં આવ્યું. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે થયેલા ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ. ત્યારબાદ કોંગ્રેસનાં ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે આ અંગે ફરિયાદ નોંધાવી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ફરિયાદ બાદ તંત્રએ વિજય ભાભોર અને તેના અન્ય સાથીની ધરપકડ કરવામાં આવી છે, તો ચૂંટણી પંચે જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટીસ પણ પાઠવી હતી. આ સાથે જ ચૂંટણી પંચે આ બૂથ પર ફેર મતદાનનો નિર્ણય લીધો હતો. જેન પગલે ગઈકાલે શનિવારને 11 મે ના રોજ ફેર મતદાન યોજાયું હતું. 

જયારે આજે ચૂંટણી પંચે દાહોદ લોકસભા બેઠકનાં પ્રથમપુરનાં મતદાન બુથ પર આવતી 11મીએ પુનઃ મતદાન કરવાના આદેશ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ ભાભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે. 220 નંબરના બુથ પર શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન કરવામાં આવ્યું.  દાહોદ લોકસભાના પરથમપુરમાં ગઈકાલે પુનઃમતદાન યોજાયું, સવાર થી સાંજ સુધીમાં 71 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન શરૂ થતા ની સાથે જ વહેલી સવાર થી જ મતદારોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર 7 મેના રોજ જ્યારે બૂથ કેમ્પરીંગ થયું હતું તે દિવસે દાહોદમાં 58.66 ટકા મતદાન નોંધાયું હતું. ત્યાર બાદ 11 મે ના રોજ જે બૂથ પર બૂથ કેપ્ચરિંગ થયું હતું ત્યાં ફેર મતદાન કરવામાં આવ્યું.

શું હતો સમગ્ર મામલો?
દાહોદ લોકસભા વિસ્તારમાં આવતી મહીસાગરના સંતરામપૂરના પરથમપૂર ગામમાં બુથ કેપ્ચરીંગની ઘટના સામે આવી હતી. તેણે પોતાના વાયરલ વિડીયો તેને પોતાના એકાઉન્ટ પરથી દિદલિત કરી નાખ્યો હતો. ભાજપ નેતાના પુત્રને જાણે કોઈ જ પ્રકારનો કાયદાનો દર ન હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ વીડિયોમાં તે EVM પોતાના સાથે લઇ જવાની વાત કહી રહ્યા છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news