ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પતિની અર્ધનગ્ન તો પત્નીની પાર્કિંગમાંથી લાશ મળી, મોતનું રહસ્ય ઘેરાયું!

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અનુશ્રી એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાર માસથી મૂળ નેપાળનું ગણેશ બહાદુર બસનેત અને પત્ની સુમી ગણેશ બસનેત દંપતી પતિ ચોકીદારી અને પત્ની ઘર કામનું કામ કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતો હતો.

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પતિની અર્ધનગ્ન તો પત્નીની પાર્કિંગમાંથી લાશ મળી, મોતનું રહસ્ય ઘેરાયું!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાંથી દંપતીનો શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પતિનો અર્ધનગ્ન હાલત મૃતદેહ રોડ પરથી મળી આવ્યો હતો. 

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અનુશ્રી એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાર માસથી મૂળ નેપાળનું ગણેશ બહાદુર બસનેત અને પત્ની સુમી ગણેશ બસનેત દંપતી પતિ ચોકીદારી અને પત્ની ઘર કામનું કામ કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતો હતો ત્યારે ગઈ રાત્રે પતિ ગણેશ બહાદુર સાંજના સમયે અર્ધનગ્ન હાલતમાં અનુશ્રી એપાર્ટમેન્ટના એક ઘરમાં પહોંચી ગયો હતો. 

ત્યારબાદ ફલેટના પાર્કિંગમાં અર્ધ નગ્ન હાલતમાં ફરી પણ રહ્યો હતો, જેના દ્રશ્યો અનુશ્રી એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયા હતા. અચાનક જ સવારે આ દંપતીના મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. જેમાં ચોકીદાર પતિ ગણેશ બહાદુર બસનેતનો મૃતદેહ અનુશ્રી એપાર્ટમેન્ટના નજીકના મુખ્ય રોડ પરથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો અને પત્ની સુમી ગણેશ બસનેતનો મૃતદેહ પાર્કિંગમાંથી મળી આવ્યો હતો.

આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવીને તપાસ શરુ કરી હતી. જેમાં આસપાસના લોકો સોસાયટીના સભ્યો સહિત ના લોકોની પૂછપરછ શરુ કરી છે. જેમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈની અવરજવર દેખાતી નથી, ત્યારે આ આ બંનેના મોત ક્યાં કારણે થયા છે. તેને લઇને તપાસ શરુ કરવામાં આવી છે. મોતનું કારણ જાણવા માટે પોલીસે બંનેના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલીને આપવામાં આવ્યા છે. 

પોલીસ માટે સવાલ એ ઉભો થયો છે કે કોઈની અવર જવર દેખાઈ નથી રહી અને મૃતક ગણેશ બહાદુર બસનેત અર્ધ નગ્ન હાલતમાં કેમ ફરી રહ્યો હતો. શું બંને એ કોઈ પીણું પીધું ને મોત થયું છે તેને લઇને તપાસ શરુ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news