24 સપ્ટેમ્બર પરિણીતી બનશે રાઘવની દુલ્હનિયા, ઉદયપુરમાં કરશે લગ્ન, 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં રિસેપ્શન

Parineeti-Raghav Wedding: રાઘવ અને પરિણીતી 24 સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થવાના છે. ખબર સામે આવી છે કે ઉદયપુરની લીલા પેલેસમાં રાઘવ અને પરિણીતી રોયલ વેડિંગ કરશે. 

24 સપ્ટેમ્બર પરિણીતી બનશે રાઘવની દુલ્હનિયા, ઉદયપુરમાં કરશે લગ્ન, 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં રિસેપ્શન

Parineeti-Raghav Wedding: બોલીવુડની વધુ એક એક્ટ્રેસ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. આ અભિનેત્રી છે પરિણીતી ચોપડા. રાઘવ ચઢ્ઢા સાથે ધામધૂમથી સગાઈ કર્યા પછી પરિણીતી ચોપડા આ મહિનામાં જ રાઘવની દુલ્હન બનવા જઈ રહી છે. પરિણીતી અને રાઘવના લગ્ન સપ્ટેમ્બર મહિનામાં જ થવાના છે. આ વાતનું કન્ફર્મેશન થયું છે રાઘવ અને પરિણીતીના વાયરલ થયેલા રિસેપ્શનના કાર્ડ પરથી.

રિપોર્ટ્સ અનુસાર રાઘવ અને પરિણીતી 24 સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થવાના છે. ખબર સામે આવી છે કે ઉદયપુરની લીલા પેલેસમાં રાઘવ અને પરિણીતી રોયલ વેડિંગ કરશે. જેની તૈયારીઓ જોરથી કરવામાં આવી રહી છે. લગ્નની તૈયારીઓ વચ્ચે જ રાઘવ અને પરિણીતીનું રિસેપ્શન કાર્ડ પણ વાયરલ થયું છે.

આ પણ વાંચો:

સોશિયલ મીડિયા પર પરિણીતી અને રાઘવનું રિસેપ્શન કાર્ડ વાયરલ થયું છે. વાઈટ અને ગોલ્ડન થીમનું આ કાર્ડ રિસેપ્શનના આમંત્રણ તરીકેનું છે. પરિણીતી અને રાઘવ ઉદયપુરમાં લગ્ન કરશે અને તેમના લગ્નનું રિસેપ્શન ચંદીગઢની તાજ હોટલમાં થવાનું છે. લગ્ન પછી 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં પરિણીતી અને રાઘવનું રિસેપ્શન યોજાવાનું છે.

પરિણીતી અને રાઘવના લગ્નમાં પરિવારના સભ્યો જ સામેલ થશે. આ સિવાય કેટલાક નજીકના મિત્રોને ઇન્વાઇટ કરવામાં આવશે. આ અંગે મળતી જાણકારી અનુસાર ઉદયપુરના પેલેસમાં 200 મહેમાનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

પરિણીતી અને રાઘવ ના લગ્નના ફંકશન 23 સપ્ટેમ્બર થી શરૂ થશે. જેમાં 23 તારીખે મહેંદી, સંગીત અને હલ્દી થશે. 24 સપ્ટેમ્બરે બંનેના લગ્ન થશે. ત્યાર પછી 30 તારીખે ચંદીગઢમાં વેડિંગ રિસેપ્શન હશે. ચંદીગઢમાં લગ્નનું રિસેપ્શન યોજાશે તે વાત કન્ફર્મ થઈ ચૂકી છે પરંતુ દિલ્હી અને મુંબઈમાં કોઈ રિસેપ્શન થશે કે નહીં તેની કોઈ જાણકારી સામે આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news