ઉદયપુરનો આ પેલેસ છે ખૂબ ખાસ, પરિણીત-રાઘવે આ કારણે લગ્ન માટે કર્યો છે પસંદ

Parineet Raghav wedding: રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન ચર્ચામાં છે. 24 સપ્ટેમ્બરે આ કપલ ઉદયપુરના ધ લીલા લેક પેલેસમાં સાત ફેરા લેશે. બધાની નજર આ કપલ પર છે. લગ્ન માટે બંને પોતાના પરિવાર સાથે શુક્રવારથી ઉદયપુર પહોંચી ગયા છે. લગ્નમાં આવનાર મહેમાનો તાજ લેક પેલેસમાં રોકાશે અને લગ્ન લીલા લેક પેલેસમાં થશે. ઉદયપુરમાં આવેલી આ એક ફાઈવ સ્ટાર હોટલ છે. 

તાજ લેક પેલેસ ખૂબ જ ખાસ જગ્યા છે. તેને જલ મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સુંદરતા જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. આ હોટલ તળાવની વચ્ચે આવેલી છે.

આ પણ વાંચો:

Parineeti-Raghav ના લગ્નમાં આવનાર દરેકના ફોન થશે ટેપ, લીક નહીં થાય ફોટો કે વીડિયો
 
અગાઉ તે ઉદયપુરનો પ્રખ્યાત જલ મહેલ હતો. મેવાળ વંશના મહારાજા જગત સિંહ 2 એ 1746 માં આ મહેલ બનાવ્યો હતો. આ શાહી સ્થળ તેની સુંદરતાથી લોકોને મોહિત કરે છે. આ મહેલમાં ધડક, રામ-લીલા જેવી ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.
 
તાજ લેક પેલેસ પિચોલા તળાવના  ટાપુ પર આવેલો છે. દૂરથી જોવામાં આવે તો આ મહેલ પાણી પર તરતો જોવા મળે છે. આ હોટલની ગણતરી વિશ્વની સૌથી લક્ઝુરિયસ હોટેલ્સમાં થાય છે. અહીં મહેમાનોનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવે છે. આ મહેલ બનાવવા માટે સફેદ આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સફેદ મોતી જેવો દેખાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news